તા. ૨૨ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૭ રવિવાર
News of Thursday, 19th March 2026
ઓસ્કાર પાર્ટીમાં કિમ કાર્દાશિયનનો પગો લપસ્યો: 8 ઇંચની હીલ્સમાં સંતુલન ગુમાવતા સર્જાયા રમૂજી દ્રશ્યો, વાયરલ થયો 'ગોલ્ડન ગર્લ'નો ફજેતો
ગુચીના કિંમતી ગાઉનમાં સજ્જ કિમ છેલ્લી ઘડીએ ઠોકર ખાતા ગભરાઈ ગઈ; પારોઠના પગલે બાજુમાં ઉભેલી મહિલાને પકડી લીધી - જુઓ શું હતી આખી ઘટના?

લોસ એન્જલસ: ગ્લેમર વર્લ્ડની ક્વીન ગણાતી કિમ કાર્દાશિયન માટે 'વેનિટી ફેર ઓસ્કાર પાર્ટી ૨૦૨૬' યાદગાર તો રહી, પણ એક વિચિત્ર કારણોસર. ગોલ્ડન ગુચી ગાઉનમાં વીંટળાયેલી કિમ જ્યારે રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી રહી હતી, ત્યારે તેની ૮ ઇંચની પ્લેટફોર્મ હીલ્સે તેને દગો દીધો હતો. કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં જોવા મળ્યું કે કિમ પોતાનું સંતુલન જાળવી શકી નહોતી અને લગભગ પડતા-પડતા બચી હતી.
ડર સાચો પડ્યો અને મહિલાને પકડી લીધી!
નવાઈની વાત એ છે કે, ઇવેન્ટમાં પહોંચતા પહેલા જ કિમે તેના સ્ટાફને કહ્યું હતું કે તે હીલ્સ પહેરીને ચાલવા બાબતે નર્વસ છે. જેવો તે ફૂટપાથ પરથી લપસી, તેણે તરત જ બાજુમાંથી પસાર થતી એક અજાણી મહિલાને પકડવાની કોશિશ કરી. બાદમાં પોતાની ભૂલ પર હસતા કિમે કહ્યું, "ઓહ, બિચારી મહિલા! મેં તેને પકડી લીધી." સદનસીબે કિમને પગની ઘૂંટીમાં કોઈ ગંભીર ઈજા થઈ નહોતી.
'ગોલ્ડન લુક'ની સોશિયલ મીડિયા પર ચર્ચા
ઠોકર ખાધા પછી પણ કિમે પોતાનો આત્મવિશ્વાસ ડગવા દીધો નહોતો. તેણે હાઈ નેકલાઇન અને ફિગર-હગિંગ ગોલ્ડ ગુચી ગાઉનમાં શાનદાર પોઝ આપ્યા હતા. બ્લુ કોન્ટેક્ટ લેન્સ અને બ્રોન્ઝ મેકઅપમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર 'GUCCI GIRL' કેપ્શન સાથે ફોટા શેર કર્યા છે, જે જોઈને તેના ફેન્સ આફરીન પોકારી ગયા છે.
લુઈસ હેમિલ્ટનની રોમેન્ટિક કોમેન્ટ
આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ કિમના પાર્ટનર અને ફેમસ એફ-૧ રેસર લુઈસ હેમિલ્ટને પણ તેના લુક પર લવ ઇમોજી સાથે પ્રતિક્રિયા આપી હતી. ટિકટોક પર પણ કિમનો પોતાની જાત પર હસતો વિડીયો ખૂબ શેર થઈ રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે ગમે તેટલી મોટી સેલિબ્રિટી હોય, પણ ક્યારેક તો હીલ્સમાં લોચા થઈ જ જાય છે!
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
