તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૨, ગુરૂવાર
News of Tuesday, 10th March 2026
પીએમ નિવાસસ્થાને ગુજરાતને લઈને મહત્વની બેઠક : ગૃહમંત્રી અમિતભાઈ, સીએમ ભુપેન્દ્રભાઈ, ડે.સીએમ હર્ષ સંઘવી હાજર
દિલ્હીમાં ગુજરાત સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠક અંદાજે ચાર કલાક સુધી ચાલી

નવી દિલ્હી : દિલ્હીમાં મંગળવારે સાંજે ગુજરાત સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને વડાપ્રધાન નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠક અંદાજે ચાર કલાક સુધી ચાલી હતી.
આ બેઠકમાં ગુજરાત સરકારના મહત્વપૂર્ણ નેતાઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ બેઠકમાં જોડાયા હતા.
માહિતી મુજબ બેઠક દરમિયાન ગુજરાતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક લગભગ ચાર કલાક સુધી ચાલતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
જોકે બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે સત્તાવાર રીતે વિગતવાર માહિતી બહાર આવી નથી. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે જેથી આ બાબતે પણ આ મહતચ્વની બેઠકમાં ચર્ચા થઇ હોવાનું મનાઇ રહ્યા છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
