<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

ભારત વધુ એક યુધ્‍ધની તૈયારીમાં છે

પાકિસ્‍તાનના રાષ્‍ટ્રપતિ આસિફ અલી જરદારીનો દાવોઃ ભારત સાથે વાતચીત કરવા પાકિસ્‍તાન તૈયાર છે : પ્રાદેશિક સુરક્ષા માટે યુધ્‍ધને બદલે સંવાદ જ એકમાત્ર રસ્‍તો છેઃ સંસદમાં કહી ડાહી-ડાહી વાતો

ઇસ્‍લામાબાદ તા.૩: પાકિસ્‍તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ દાવો કર્યો છે કે ભારત બીજા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. તેમને કહ્યું કે ભારતીય નેતાઓ ખુલ્‍લેઆમ યુદ્ધ વિશે વાત કરી રહ્યા છે. પરંતુ ક્ષેત્રીય શાંતિનો બચાવ કરનાર વ્‍યક્‍તિ તરીકે તેઓ આ રસ્‍તાની સિફારીસ નહીં કરે. ઝરદારીએ એમ પણ કહ્યું કે, પાકિસ્‍તાન ભારત સાથે વાતચીત માટે તૈયાર છે અને યુદ્ધને બદલે વાતચીત જ ક્ષેત્રીય સુરક્ષાનો એકમાત્ર રસ્‍તો છે.

પાકિસ્‍તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી ભારત સાથે વાતચીત કરવા માટે ઉત્‍સુક છે. તેમણે કહ્યું છે કે પાકિસ્‍તાન ભારત સાથે વાતચીત માટે તૈયાર છે. પાકિસ્‍તાની સંસદમાં પોતાના ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે ભારત સાથે વાતચીત એ પ્રદેશમાં સુરક્ષાનો એકમાત્ર રસ્‍તો છે. તેમણે એવો પણ આરોપ લગાવ્‍યો હતો કે ભારત પાકિસ્‍તાન સાથે બીજા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. જોકે, સંસદમાં પોતાના ભાષણ દરમિયાન, વિપક્ષી પક્ષોએ જોરદાર વિરોધ કર્યો, ઝરદારીને દેશનિકાલ કરવાની અને ઇમરાન ખાનને મુક્‍ત કરવાની માંગ કરી.

આ ભાષણ દરમિયાન, ઝરદારીએ કહ્યું, તેમને (ભારતને) મારો સંદેશ એ છે કે યુદ્ધના મેદાનથી દૂર ખસી જાય અને અર્થપૂર્ણ વાટાઘાટો માટે ટેબલ પર આવે, કારણ કે આ ક્ષેત્રમાં સુરક્ષાનો એકમાત્ર રસ્‍તો છે. ભારતીય નેતાઓ કહે છે કે તેઓ બીજા યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. પ્રદેશમાં શાંતિના આજીવન સમર્થક તરીકે, હું આની ભલામણ કરીશ નહીં.

રાષ્ટ્રપતિ તરીકે, ઝરદારીએ નવમી વખત રાષ્ટ્રીય સભાના સંયુક્‍ત સત્રને સંબોધિત કર્યું. શાંતિની ઘોષણા કરતી વખતે, રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ સોમવારે યુદ્ધને અંતિમ ઉપાય જાહેર કરીને ભારતને ડરાવવાનો પ્રયાસ કર્યો. તેમણે પોતાની વધુ પ્રશંસા કરતા કહ્યું કે પાકિસ્‍તાને ભારત અને અફઘાનિસ્‍તાન બંનેને તેની ક્ષમતાઓનો માત્ર એક નાનો ભાગ જ દર્શાવ્‍યો છે.

ઝરદારીએ પણ ધમકી આપી હતી કે પાકિસ્‍તાન એક પરમાણુ શક્‍તિ છે. તેમણે કહ્યું, પાકિસ્‍તાન એક જવાબદાર પરમાણુ સશષા રાષ્ટ્ર છે અને તે જવાબદારીના વજનને સમજે છે. વધુમાં, આપણે એક એવો રાષ્ટ્ર છીએ જે જરૂર પડ્‍યે પોતાનો બચાવ કેવી રીતે કરવો તે જાણે છે. સંયુક્‍ત સત્ર દરમિયાન, તેમણે કહ્યું કે અમે કોઈપણ સ્‍થાનિક કે વિદેશી શક્‍તિને આપણી શાંતિમાં ખલેલ પહોંચાડવા માટે પડોશી પ્રદેશનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકતા નથી.

નોંધનીય છે કે જ્‍યારે ઝરદારી પોતાનો ગુસ્‍સો વ્‍યક્‍ત કરતા રહ્યા, ત્‍યારે વિપક્ષે તેમની વિરુદ્ધ સૂત્રોચ્‍ચાર કરવાનું ચાલુ રાખ્‍યું. સંસદ જાઓ ઝરદારી, જાઓૅ અને ખાનને મુક્‍ત કરોૅ જેવા નારાઓથી ગુંજી ઉઠી. પીટીઆઈના નેતૃત્‍વમાં વિપક્ષી ગઠબંધન ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની મુક્‍તિની માંગ કરી રહ્યું હતું અને શાંતિ બોર્ડમાં તેમની ભાગીદારી પર સવાલ ઉઠાવી રહ્યું હતું. સૂત્રોચ્‍ચારમાં નકલી શાંતિ બોર્ડમાંથી બહાર નીકળોનો સમાવેશ થતો હતો. ખરેખર, પાકિસ્‍તાનના લોકો પેલેસ્‍ટાઇન પ્રત્‍યે ઇઝરાયલના વલણથી ગુસ્‍સે છે.

(3:55 PM IST)