તા. ૧૦ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૮ મંગળવાર
News of Thursday, 5th February 2026
2004 પછી પહેલીવાર પીએમ મોદીના ભાષણ વિના લોકસભામાં આભાર પ્રસ્તાવ પસાર
સસ્પેન્ડ થયેલા કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે કહ્યું કે જ્યાં સુધી લોકસભામાં રાહુલ ગાંધીને પોતાની વાત રાખવાની મંજૂરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી વિપક્ષ પીએમ મોદીને ગૃહમાં બોલવા દેશે નહીં.

નવી દિલ્હી :બજેટ સત્રના 7મા દિવસે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરનો આભાર પ્રસ્તાવ હોબાળા વચ્ચે પસાર થઈ ગયો. 2004 પછી પહેલીવાર આ પ્રસ્તાવ વડાપ્રધાનના ભાષણ વગર પસાર થયો છે. આ પહેલા 10 જૂન 2004ના રોજ વિપક્ષે તત્કાલીન પીએમ મનમોહન સિંહને આભાર પ્રસ્તાવ પર બોલવા દીધા નહોતા.
ગુરુવારે લોકસભા શરૂ થતાની સાથે જ વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ બાબતે સ્પીકરે પહેલીવાર 65 સેકન્ડની અંદર, બીજીવાર 5 મિનિટમાં અને ત્રીજીવાર 2 મિનિટમાં કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. લોકસભા બપોરે 3 વાગ્યે ફરી શરૂ થઈ હતી, પરંતુ વિપક્ષના હોબાળાને કારણે તેને શુક્રવાર સવારના 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
આ દરમિયાન લોકસભામાંથી સસ્પેન્ડ થયેલા કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે કહ્યું કે જ્યાં સુધી લોકસભામાં રાહુલ ગાંધીને પોતાની વાત રાખવાની મંજૂરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી વિપક્ષ પીએમ નરેન્દ્રભાઈ મોદીને ગૃહમાં બોલવા દેશે નહીં. રિપોર્ટ્સ મુજબ વડાપ્રધાન આજે સાંજે 5 વાગ્યે રાજ્યસભામાં ભાષણ આપી શકે છે.
પીએમ મોદીની ખુરશીનો ઘેરાવ કરનારાઓમાં વિપક્ષી સાંસદ વર્ષા ગાયકવાડ અને જ્યોતિમણિ પણ સામેલ હતા.
લોકસભામાં બુધવારે સાંજે 5 વાગ્યે જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે વિપક્ષની મહિલા સાંસદોએ સત્તાધારી નેતાઓની ખુરશીઓ ઘેરી લીધી હતી. જેમાં PM મોદીની ખુરશી પણ સામેલ હતી. મહિલા સાંસદોના હાથમાં મોટા બેનરો હતા, જેના પર લખ્યું હતું- 'જે સાચું છે, તે કરો'.
પીએમ મોદી આભાર પ્રસ્તાવ પર જવાબ આપવાના હતા, પરંતુ વિપક્ષની મહિલા સાંસદોના હોબાળાને કારણે લોકસભા સ્થગિત કરી દેવામાં આવી હતી. જેના કારણે PMનું સંબોધન પણ ટળી ગયું હતું.
(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
