હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાનમાં HIVનો વિસ્ફોટ: ૩ લાખ લોકો જીવલેણ વાયરસની ઝપેટમાં, નવજાત શિશુઓ પણ બન્યા શિકાર
ઈસ્લામાબાદની એક પણ પ્રાઈવેટ હોસ્પિટલ પાસે લાઈસન્સ નથી: અસુરક્ષિત ઈન્જેક્શન અને વપરાયેલી સિરીંજના ઉપયોગે પાકિસ્તાનને બનાવ્યું HIVનું 'હોટસ્પોટ'; ૧૦માંથી ૮ દર્દીઓ તો એ વાતથી અજાણ છે કે તેમને એઈડ્સ છે!

ઈસ્લામાબાદ: પાકિસ્તાન અત્યારે માત્ર આર્થિક કંગાળિયત જ નહીં, પરંતુ એક ભયાનક સ્વાસ્થ્ય કટોકટીનો પણ સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં થયેલા ખુલાસાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પાકિસ્તાનમાં હાલમાં અંદાજે ૩,૦૦,૦૦૦ HIV પોઝિટિવ કેસો છે, જેમાંથી માત્ર ૩૪,૦૦૦ દર્દીઓ જ સારવાર હેઠળ છે. સૌથી ભયાનક બાબત એ છે કે આ વાયરસ હવે નવજાત શિશુઓમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જે પાકિસ્તાનના અંધકારમય ભવિષ્ય તરફ ઈશારો કરે છે.
સમિતિની બેઠકમાં જે વિગતો બહાર આવી છે તે કોઈપણ સુસંસ્કૃત સમાજ માટે શરમજનક છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ૨૦૧૮માં હેલ્થ રેગ્યુલેટરી ઓથોરિટી (IHRA) ની સ્થાપના થઈ હોવા છતાં, શહેરની એક પણ ખાનગી હોસ્પિટલ કે ક્લિનિક પાસે માન્ય લાઈસન્સ નથી. હોસ્પિટલોમાં એક જ સિરીંજનો વારંવાર ઉપયોગ, અસુરક્ષિત લોહી ચઢાવવાની પદ્ધતિઓ અને ગેરકાયદેસર ગર્ભપાત જેવા કારણોસર એઈડ્સનો રોગચાળો ફાટી નીકળ્યો છે. WHO ના રિપોર્ટ અનુસાર, છેલ્લા ૧૫ વર્ષમાં પાકિસ્તાનમાં HIV ના ચેપમાં ૨૦૦% નો તોતિંગ વધારો
ખાસ કરીને સિંધ પ્રાંતમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. ખાનગી દવાખાનાઓ માત્ર પૈસા લૂંટવાનું સાધન બની ગયા છે, જ્યાં તબીબી કચરાના નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને દર્દીઓના મૃતદેહોને બિલની પતાવટ માટે અટકાવી રાખવામાં આવે છે. પાકિસ્તાન અત્યારે વિશ્વના એવા દેશોમાં સામેલ છે જ્યાં HIV રોગચાળો સૌથી ઝડપથી ફેલાઈ રહ્યો છે. ૨૦૧૦માં બાળકોમાં નોંધાતા ૫૩૦ કેસોની સંખ્યા ૨૦૨૩માં વધીને ૧૮૦૦ પર પહોંચી ગઈ છે. જાગૃતિનો અભાવ અને સ્વાસ્થ્ય તંત્રની ઘોર બેદરકારીને કારણે પાકિસ્તાન હવે એક જીવતા જાગતા હેલ્થ બોમ્બ પર બેઠું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
