હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતીય નૌકાદળનો 'મહા-હુમલો': રૂ.4 લાખ કરોડના પ્રોજેક્ટ સાથે સમુદ્રમાં બનશે 'સુપર પાવર', ચીન-પાક.ના છક્કા છૂટશે
બંગાળની ખાડીથી પર્સિયન ગલ્ફ સુધી હવે ભારતનું 'એકહથ્થુ શાસન': 200થી વધુ યુદ્ધ જહાજો અને રાફેલ મરીન ફાઇટર જેટ સાથે 'બ્લુ-વોટર નેવી' બનવા તરફ ડગલાં; સમુદ્રની ઊંડાઈથી આકાશ સુધી દુશ્મનો માટે કાળ બરૂ.નશે ભારતીય સેના

નવી દિલ્હી: ભારતીય નૌકાદળ હવે માત્ર સરહદોની રક્ષા પૂરતું સીમિત નથી, પણ વિશ્વના કોઈપણ ખૂણે દુશ્મનોને ધૂળ ચટાડવા માટે સજ્જ થઈ રહ્યું છે. ભારત સરકારે નૌકાદળને અત્યાધુનિક બનાવવા માટે રૂ.4 લાખ કરોડથી વધુના મેગા પ્રોજેક્ટ્સ પર મહોર મારી દીધી છે. આ આયોજન હેઠળ ભારત પોતાની જાતને "બ્લુ-વોટર નેવી" તરીકે સ્થાપિત કરી રહ્યું છે, જેનો અર્થ છે કે ભારતીય જહાજો પર્સિયન ગલ્ફથી લઈને મલક્કા સ્ટ્રેટ સુધીના વિશાળ સમુદ્રી વિસ્તારમાં રાજાની જેમ વિચરશે. હિંદ મહાસાગરમાં ચીનની વધતી દખલગીરીને રોકવા માટે ભારત આ 'માસ્ટર પ્લાન' પર કામ કરી રહ્યું છે.
આ વ્યૂહાત્મક વિસ્તરણ હેઠળ, ભારત 2035 સુધીમાં 200 થી વધુ અને 2037 સુધીમાં 230 યુદ્ધ જહાજો અને સબમરીનનો ભવ્ય કાફલો તૈયાર કરવાનું લક્ષ્ય રાખે છે. આ આધુનિકીકરણમાં ફ્રાન્સ સાથેના રૂ.63,000 કરોડના કરાર હેઠળ 26 રાફેલ મરીન ફાઇટર જેટનો પણ સમાવેશ થાય છે, જે ભારતીય વિમાનવાહક જહાજો (Air Craft Carriers) ની તાકાતમાં અનેકગણો વધારો કરશે. આ ઉપરાંત, સ્વદેશી ટેકનોલોજીથી બનેલા ટ્વીન એન્જિન ડેક-આધારિત ફાઇટર (TEDBF) પર પણ કામ ચાલી રહ્યું છે, જે ભારતને સંરક્ષણ ક્ષેત્રે 'આત્મનિર્ભર' બનાવશે.
નૌકાદળના આ શસ્ત્રાગારમાં માત્ર જહાજો જ નહીં, પણ અત્યાધુનિક ટેકનોલોજીનો પણ સમાવેશ થાય છે. જેમાં 10 પરમાણુ સંચાલિત યુદ્ધ જહાજો, 120 થી વધુ લાંબા અંતરના ડ્રોન અને એન્ટી-સબમરીન વોરફેર માટે ખાસ અંડરવોટર વ્હીકલ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભારતના કુલ વેપારનો 95 ટકા હિસ્સો સમુદ્ર માર્ગે થતો હોવાથી, આર્થિક સ્થિરતા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે દરિયાઈ માર્ગો (SLOCs) ને સુરક્ષિત રાખવા અનિવાર્ય છે. ભારત હવે અમેરિકા, રશિયા અને ચીન જેવા ગણ્યાગાંઠ્યા દેશોની ક્લબમાં સામેલ છે જે વિમાનવાહક જહાજોની ડિઝાઇન અને નિર્માણ જાતે કરી શકે છે.
હાલમાં દેશના વિવિધ શિપયાર્ડ્સમાં રૂ.99,500 કરોડના ખર્ચે 55 યુદ્ધ જહાજોનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ્સથી માત્ર સેના મજબૂત નથી થઈ રહી, પણ હજારો નવી નોકરીઓનું પણ સર્જન થઈ રહ્યું છે. જૂના થઈ ગયેલા INS વિક્રમાદિત્યના સ્થાને નવું 40,000 ટનનું એરક્રાફ્ટ કેરિયર લાવવાની યોજના પણ પાઈપલાઈનમાં છે. ટૂંકમાં, આગામી દાયકામાં ભારતીય નૌકાદળ સમુદ્રની સપાટીથી લઈને આકાશ સુધી એવું 'ચક્રવ્યૂહ' રચશે કે પાકિસ્તાન અને ચીન જેવા પડોશી દેશો હિંદ મહાસાગર તરફ જોતા પણ સો વાર વિચાર કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
