News of Thursday, 29th January 2026
સોનાના ભાવ ઉછળતા ગોલ્ડ લોન બુક ૨ વર્ષમાં ડબલ
બે વર્ષના ગાળામાં ગોલ્ડ લોન પોર્ટફોલિયો રૂ.૧૫.૬ લાખ કરોડ થઈ ગયોઃ એક્વિટ લોનની સંખ્યામાં માત્ર ૧૦.૩ ટકાનો વધારો થયો

મુંબઈ તા.૨૯: સોનાના ભાવમાં અભૂતપૂર્વ તેજીને પગલે ગોલ્ડ લોન પોર્ટફોલિયો બે વર્ષમાં ઓલમોસ્ટ ડબલ થઈને નવેમ્બર-૨૦૨૫માં ડ્ડ૧૫.૬ લાખ કરોડ થઈ ગઈ છે.
ક્રેડિટ ઈન્ફર્મેશન કંપનીના રિપોર્ટ અનુસાર નવેમ્બર-૨૦૨૫ના અંતે પૂરા થયેલા એક વર્ષમાં ગોલ્ડ લોનમાં ૪૨ ટકાનો વધારો થયો હતો. મહત્વનું એ છે કે તેના અગાઉના વર્ષમાં એટલે કે નવેમ્બર-૨૦૨૪ના અંતે પૂરા થયેલા વર્ષમાં પણ ગોલ્ડ લોનમાં ૩૯ ટકાની જબરદસ્ત વૃદ્ધિ જોવાઈ હતી. તેને કારણે નવેમ્બર-૨૦૨૩થી નવેમ્બર-૨૦૨૫ના બે વર્ષના ગાળામાં ગોલ્ડ લોન પોર્ટફોલિયો ઓલમોસ્ટ ડબલ થઈને ૧૫.૬ લાખ કરોડ થયો હતો, જે બે વર્ષ પહેલાં ૭.૯ લાખ કરોડ હતો.
નવેમ્બરના અંતે કુલ રિટેલ લોન પોર્ટફોલિયોમાં ગોલ્ડ લોનનો હિસ્સો વધીને ૯.૭ ટકા થઈ ગયો છે, જે એક વર્ષ અગાઉ ૮.૧ ટકા હતો. સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવતા અને મજબૂત કોલેટરલને કારણે સોનાના બદલમાં લોન લેનારા લોકોની સંખ્યા ઝડપથી વધી છે. સોનાના ભાવ વધતા મર્યાદિત સોનું હોવા છતાં લોનધારક તરીકેની એલિજાિબિલિટી પણ વધી છે.
જોકે એક્વિટ લોનની સંખ્યામાં માત્ર ૧૦.૩ ટકાનો વધારો થયો છે. નવેમ્બર-૨૦૨૫ના અંતે ૨.૫ લાખથી વધુની લોનનું પ્રમાણ કુલ લોન બુકમાં ૫૦ ટકા જેવું જોવા મળ્યું હતું, જે માર્ચ-૨૦૨૩માં ૩૬.૪ ટકા હતું. ૫૬ ટકાથી વધુ ગોલ્ડ લોન પુરુષ લોનધારકોએ લીધી હતી. લોન પરત ચૂકવવામાં નિયમિતતાની બાબતમાં મહિલાઓનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. સરકાર સંચાલિત બેન્કોનો કુલ ગોલ્ડ લોનમાં ૬૦ ટકા બજાર હિસ્સો છે, જ્યારે ગોલ્ડ લોન આધારીત એનબીએફસીનો ૮.૧ ટકા હિસ્સો છે. એસેટ ક્વોલિટીની દ્રશ્ટિએ રિપેમેન્ટમાં સુધારો જોવા મળ્યો છે અને પોર્ટફોલિયો સ્ટ્રેસ ઘટ્યું છે. તમામ રિટેલ લોન કેટેગરીમાં સૌથી ઓછી ડેલિક્વન્સી નોંધાઈ હતી.
૭૦ ટકા ગોલ્ડ લોન પોર્ટફોલિયો દક્ષિણ ભારતના રાજ્યોમાં નોંધાયો છે અને ટોપ-૧૦ રાજ્યોમાં ૯૦ ટકા બાકી લોન નોંધાઈ છે. ગુજરાતમાં ગોલ્ડ લોન પોર્ટફોલિયો છેલ્લાં એક વર્ષમાં ૬૭ ટકા ઉછળી ગયો હતો. કર્ણાટકમાં ૫૦ ટકાથી વધુ અને મહારાષ્ટ્રમાં પણ ૫૦ ટકાથી વધુ ગ્રોથ જોવા મળ્યો છે. સ્ટ્રેસની લ્લષ્ટિએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઓડિશામાં અનપેઈડ લોનનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
