News of Monday, 19th January 2026
ડોનાલ્ડ ટ્રમ્પના શાસનોને એક વર્ષ પૂર્ણઃ વિવાદોથી ભરપૂર રહ્યું આખું વર્ષઃ ભારત સહિત વિશ્વના અનેક દેશો સાથે સંબધો બગડયા
ઉધોગપતિ, બ્રાન્ડ બિલ્ડર, ટેલિવિઝન પર્સનાલિટી અને હવે રાષ્ટ્રપતિની ભૂમિકામાં છે ટ્રમ્પ : ટ્રમ્પના આ છેલ્લા એક વર્ષમાં લીધેલા કેટલાક નિર્ણયોથી ભારતને થયેલ નુકસાન અને આવી પડેલા પડકારોઃ વિશ્વના અનેક દેશો સાથે છેડયું ટેરિફ વોરઃ ૭૫ દેશો માટેના વિઝા અટકાવ્યા, વેનેઝુએલામાં ટ્રમ્પની દાદાગીરી , ઈરાન ઉપર કડક પ્રતિબંધો, નાટો ઉપર ભારે દબાણ અડધાથી વધુ અમેરિકનો ટ્રમ્પની વિદેશ નીતિથી નારાજ : ભારતને ડરાવવા અને દબડાવવાના અનેક પ્રયાસો, રશિયા પાસેથી તેલ લેવાનું બંધ કરાવવા કર્યા અનેક ધમપછાડા, ઓપરેશન સિંદૂર મામલે જશે લેવા નીકળ્યા હતા ટ્રમ્પ, મોદીએ મચકના આપતા વધુ રોષે ભરાયા નરેન્દ્રભાઇની ગુપ્ત કૂટનીતિ મોદી કહે છે...સોરી ફ્રેન્ડ રોંગ નંબર

(જીતેન્દ્ર રૂપારેલિયા...) વાપીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના આ કાર્યકાળ નુ એક વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ અમેરિકાના ૪૭ માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી ફરી એકવાર અમેરિકા ની દોર હાથમાં લીધી.
આવતીકાલે એટલે કે ૨૦મી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ટ્રમ્પ આ ટર્મનું પ્રથમ એક વર્ષ પૂર્ણ કરી રહ્યા છે, કોણ છે ડોનાલ્ડ ટ્રમ્પ...??, કેવું રહ્યું તેમનું આ વર્ષ....?? ટ્રમ્પે લીધેલા નિર્ણયો ની વિશ્વ ને શું થઈ અસર...? ભારત માટે તેમનું આ વર્ષ કેવું રહ્યું....???
આવો આપણે જોઈએ આ સવાલો ના જવાબો, સૌ પ્રથમ કોણ છે ડોનાલ્ડ ટ્રમ્પ...?ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ ૧૪મી જુન ૧૯૪૬ ના રોજ અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં થયો હતો માતાનું નામ મેરી એન મેકલીઓડ અને પિતાનું નામ ફ્રેડ ટ્રમ્પ, કે જેવો રિયલ એસ્ટેટ ડેવલપર હતા, ટ્રમ્પે અર્થશાષામાં ડીગ્રી મેળવી પિતાના વ્યવસાય માં જોડાયા.
૧૯૭૧માં પિતાની કંપનીનું નામ બદલાવીઃ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેસિશન રાખ્યું અને ન્યૂયોર્કમાં મોટા રિયલ એસ્ટેટમાં પ્રોજેક્ટો હાથમાં લીધા, આગળ જતા આર્થિક મુશ્કેલીમાં મુકાયા દેવાળું કાઢવું પડ્યું એવી સ્થિતિનો સામનો કરી ફરી વ્યવસાયમાં પુનરાગમન કર્યું, ટીવી શોમાં જોડાયા, ટ્રમ્પ હોટેલ, ગોલ્ફ કોર્સને વૈશ્વિક બ્રાન્ડ બનાવી.
‘‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન'' ના નારા સાથે ૨૦૧૫માં રાષ્ટ્રપતી પદ માટે ઉમેદવારી જાહેર કરી,૨૦૧૬માં હિલેરી ક્લિન્ટને હરાવી ભવ્ય જીત મેળવી અને ૨૦૧૭માં અમેરિકાના ૪૫માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા, અને અમેરિકાની ધુરા સંભાળી અનેક બદલાવો કર્યા વિશ્વના અનેક દેશો સાથે સંબંધો સુધાર્યા અને આગળ વધ્યા, ૨૦૨૧માં આ ટર્મ પૂરી થતા ફરી ચૂંટણી માં લડ્યા પરંતુ જો બાઈડન સામે હારી ગયા, આ સમય પણ પસાર કર્યો અને નવેમ્બર ૨૦૨૪ ફરી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત મેળવી ઈતિહાસમાં બીજી વખત પુનરાગમન કરનાર રાષ્ટ્રપતિ બન્યા ૨૦મી જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ બીજી ટર્મ માટે શપથ લઈ ફરી અમેરિકાનો દોરી હાથમાં લીધો., ત્યાર પછીના ટ્રમ્પના નિર્ણયો થી ભારત ને થયેલ નુકસાન અને આવી પડેલા પડકાર ને જોઈએ તો ભારત અને અમેરિકાના ટ્રમ્પના ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ પછી ના સંબંધો
સ્ટ્રેટેજિક મિત્રતા યથાવત,
પરંતુ આર્થિક અને ઇમીગ્રેશન મુદ્દે તણાવ વધ્યો.
ટ્રમ્પ માટે અમેરિકા ફર્સ્ટ મુખ્ય છે, જ્યારે ભારત માટે સ્ટ્રેટેજિક ઑટોનોમી આ બંને દ્રષ્ટિકોણ વચ્ચે ઘર્ષણ ઊભું થયું.
ટ્રમ્પના નિર્ણયોથી ભારતને થયેલ મુખ્ય નુકસાન અને આવી પડેલા પડકાર ને જોઈએ તો
એચ.૧ બી અને વર્ક વિઝા માટે કડક નિયમ.
નુકસાનઃ ભારતીય આઈ ટી પ્રોફેશનલ્સ માટે અમેરિકા જવું મુશ્કેલ
વિઝા ફી, સ્ક્રુટિ ની અને રિન્યુઅલ માં કડકાઈ
ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો જેવી કંપનીઓની osite ક્ષમતા ઘટી
અસરઃ ભારતીય આઈ ટી સર્વિસ મોડેલ પર દબાણ અમેરિકામાં કામ કરતા ભારતીય મધ્યવર્ગ માં અસંતોષ
આ ભારત માટે સૌથી મોટું સીધું નુકસાન ગણાય છે
ઇરાન સાથે વેપાર પર ૨૫% ટેરિફની ધમકી
નુકસાનઃ ભારત ઇરાન પાસેથી તેલ અને ચાબહાર પોર્ટમાં રોકાણ કરે છે
ટ્રમ્પની નીતિથી ભારત પર સેકેન્ડરી સેન્સીશનનો ખતરો
અસરઃ ઊર્જા સુરક્ષા પર દબાણ ભારતને વિકલ્પરૂપે મોંઘું તેલ ખરીદવું પડ્યું
અમેરિકાએ ક્લાઈમેટ એગ્રીમેન્ટ્સ માંથી પીઠ ફેરવી
નુકસાનઃ
ભારત ગ્લોબલ સાઉથમાં ક્લાઈમેટ ફાઈનાન્સ પર નિર્ભર
અમેરિકા પાછળ હટતા વૈશ્વિક ફંડિગ અને ટેક્રોલોજી ટ્રાન્સફર ધીમું
અસરઃ
ભારતના રિન્યુએબલ એનર્જી લક્ષ્યો મોંઘા પડ્યા ક્લાયમેટ જસ્ટિસ મુદ્દે ભારત એકલું પડ્યું
વેપાર પર અમેરિકા પ્રથમનુ દબાણ
નુકસાનઃ સ્ટીલ, એલ્યુમિનિયમ, ટેક્સટાઈલ, ફાર્મા પર ટેરિફ દબાણ
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આગળ ન વધ્યું
અસરઃ ભારતીય નિકાસકારોને અનિヘતિતા એમએસએમઈ સેક્ટર પર અસર
વિઝા રદ અને ઇમીગ્રેશન કડકાઈ
નુકસાનઃ ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સમાં અસુરક્ષા
ગ્રીન કાર્ડ બેકલોગ વધુ લાંબો
અસરઃ
બ્રેઇન ડ્રીએનને બદલે બ્રેઇન રિટર્ન
અમેરિકા બદલે કેનેડા અને યુરોપ તરફ ઝુકાવ
ગાઝાઇઝરાયલ મુદ્દે ટ્રમ્પનો ઝુકાવ
નુકસાનઃ
ભારત મધ્ય પૂર્વમાં સંતુલન રાખે છે ટ્રમ્પની એકતરફી નીતિથી ભારતની કૂટનીતિ મુશ્કેલ
અસરઃ
ભારતના અરબ દેશો સાથેના સંબંધોમાં સંવેદનશીલતા
વૈશ્વિક સંસ્થાઓથી અમેરિકા ની વિમુખતા.
નુકસાનઃ
ડબલ્યુટીઓ, ડબલ્યુએચઓ, ક્લાઈમેટ બોડીસ નબળી પડી ભારત જે multilateralism પર વિશ્વાસ રાખે છે, તેને નુકસાન થયું છે.
હવે જો આપણે ટ્રમ્પના દબાણ સામે મોદીની ગુપ્ત કૂટનીતિ ને ધ્યાનથી જોઈએ નરેન્દ્ર ભાઈ ક્યાં વ્યૂહથી અમેરિકા સાથે આગળ વધી રહ્યા છે
એચ ૧ બી વિઝા મુદ્દે ભારત
ભારત ખુલ્લેઆમ અમેરિકા સામે વિરોધ કરતું નથી
પરંતુ પડદે પાછળ એવી રીતે દબાણ બનાવે છે કે
એચ ૧ બી પર અતિશય કડકાઈ અમેરિકા માટે જ નુકસાનકારક બને
ભારત જાહેર વિરોધ કેમ નથી કરતું?
ભારત સારી રીતે જાણે છે કેઃ એચ..૧ બી વિઝા = અમેરિકાની આંતરિક રાજનીતિ જેથી ખુલ્લી ટીકા કરવાથી મામલો વધુ બગડી શકે જેથી,મોદી સરકાર ક્યારેય ટ્રમ્પ કે અમેરિકા સામે જાહેર રીતે આક્રમક વલણ લેતી નથી આ જ ભારતની કૂટનીતિનો પ્રથમ નિયમ છે શાંતિ રાખવી
અમેરિકન કંપનીઓ દ્વારા દબાણ (પડદે પાછળ)
ભારત શું કરે છે?
ગૂગલ, માઈક્રોસોફટ, એમેઝોન, એપલ જેવી મોટી અમેરિકન કંપનીઓ સાથે સતત સંપર્ક
તેમને સમજાવે છે કેઃ ‘‘ભારતીય ઈજનેરો વગર અમેરિકાનો ટેક ક્ષેત્ર ધીમો પડી જશે''
આ કંપનીઓઃ અમેરિકી સંસદ પર ભારે પ્રભાવ ધરાવે છે
એચ ૧ બી વિઝાના સૌથી મોટા ઉપયોગકર્તા છે
પરિણામઃ વિઝા સંપૂર્ણ બંધ થતા નથી નિયમો કડક થાય છે, પણ દરવાજો બંધ થતો નથી
વ્હાઇટ હાઉસ નહીં, રાજ્યો મારફતે દબાણ
ભારત સીધો રાષ્ટ્રપતિ પર દબાણ નથી કરતું, પરંતુ, કેલિફોર્નિયા,ટેક્સાસ,ન્યૂ જર્સી અને વોશિગ્ટન જેવા રાજ્ય જ્યાં લાખો ભારતીય વ્યાવસાયિકો અર્થતંત્રનો આધાર છે
રાજ્યપાલ સંસદ વ્હાઇટ હાઉસ
આને કહેવાયઃ
અપરોક્ષ પરંતુ અસરકારક દબાણ્ ચીન સામે સહયોગને હથિયાર તરીકે વાપરવું ભારત અમેરિકાને પડદે પાછળ સ્પષ્ટ સંકેત આપે છેઃ ‘‘ચીન સામે તમને ભારત જોઈએ, તો ભારતીય પ્રતિભાને દબાવો નહીં''
ભારત એચ -૧ બી મુદ્દાને જોડે છેઃ
ચીન વિરોધી નીતિ
ક્વાડ
સંરક્ષણ સહયોગ
અદ્યતન ટેકનોલોજી
H-1B = સોદાબાજીનો મુદ્દો, જાહેર મુદ્દો નહીં
પ્રતિભા અન્ય દેશોમાં વળે તેવો સંકેત
ભારત અમેરિકાને શાંતિથી સમજાવે છેઃ ‘‘જો અમેરિકા દરવાજો બંધ કરશે, તો પ્રતિભા નષ્ટ નહીં થાય બીજે જશે'' એ પ્રતિભા કેનેડા, યુરોપ,જઈ મધ્ય પૂર્વ જઈ શકે છે.
આ અમેરિકાની ટેક લીડરશિપ માટે લાંબા ગાળે જોખમ છે આ વાત ખુલ્લેઆમ નહીં, પણ યોગ્ય લોકો સુધી પહોંચાડવામાં આવે છે ‘‘જો અમેરિકા નહીં, તો ભારત'' યોજના ભારત સાથે-સાથે પોતાની તૈયારી પણ કરે છેઃ ભારતમાં વૈશ્વિક ટેક કેન્દ્રો વધાર્યા ચીપ ઉત્પાદન યોજના કૃત્રિમ બુદ્ધિ અને ક્વાન્ટમ ટેકનોલોજી
સંદેશો સ્પષ્ટ છેઃ ‘‘ભારત પોતાની પ્રતિભાને સમાવી શકે છે'' આથી ભારતની વાટાઘાટ શક્તિ વધે છે
ગ્રીન કાર્ડ સમસ્યાએ શાંત પરંતુ સતત દબાણ ભારત પ્રદર્શન નથી કરતું પરંતુ કાયદાકીય લડાઇ અમેરિકન સંસદમાં ભારતીય મૂળના નેતાઓ વિચાર સંસ્થાઓ દ્વારા દબાણ
આ લાંબી રમત છે, તરત દેખાતી નથી
ટ્રમ્પ સામે ખાસ સાવધાની કેમ?
કારણ કે ટ્રમ્પ ને જાહેર પડકાર ગમતો નથી,તેઓ દબાણની રાજનીતિ કરે છે, જેની સામે ભારતઃ અહંકારની ટક્કર ટાળે છે, પરંતુ હિતોની રક્ષા કરે છે.
ભારત શું નથી કરતું?, જાહેરમાં વિરોધ, મીડિયામાં લડાઈ, અને ધમકી આપવી. જેની સામે ભારત શું કરે છે?
કંપનીઓ દ્વારા દબાણ,ચીન સામે સહયોગ નો ઉપયોગ,પ્રતિભા વળે તેવી ચેતવણી,પોતાના દેશમાં તક ઊભી કરવી
એક વાક્ય માં એમ પણ કહી શકાય કે ભારત એચ એ ૧ બી માટે લડતું નથી, પરંતુ એચ ૧ બી ને અમેરિકા માટે અનિવાર્ય બનાવે છે.
આમતો ટ્રમ્પ પહેલેથી જ તૂંડ મિજાજી પરંતુ બીજી ટર્મ માં તો જાણે હદ વટાવી દીધી છે, ટેરિફ મામલે આડેધડ પગલા ઓ, ઇમિગ્રેશન મામલે કડકાઈ, ટ્રમ્પ સરકારે વર્ષ ૨૦૨૫માં એક લાખ જેટલા વિઝા રદ કર્યા, ટ્રમ્પે ખુદ ને વેનેઝુએલા ના એક્ટિંગ પ્રેસિડેન્ટ જાહેર કર્યા એટલું જ ત્યાર બાદ તો નાના નાના દેશોને ધમકી ઓ આપી ડરાવવા લાગ્યા, ગ્રીનલેન્ડનો કબ્જો મેળવવા કોઈ પણ હદ સુધી જવાની તૈયારી જણાય છે, ત્યારે સવાલ થાય કે ટ્રમ્પ આટલા કેમ રઘવાયા થયા છે...? તેમને તેલ ના વેપારની ચિંતા છે કે છે વર્ચસ્વ નો જંગ કે પેટ્રો ડોલર નું રક્ષણ કરવા માંગે છે કે બ્રિક્સ ની બીક લાગે છે....?? એમના આવા વર્તનથી તેવો અમેરિકાનું જ નુકસાન કરી રહ્યા છે, તેમની સંસદ માં જ તેમનો વિરોધ થઈ રહ્યો છે.
ટ્રમ્પે ભારતને ડરાવવા અને દબડાવવા ના અનેક પ્રયત્નો કર્યા પરંતુ નરેન્દ્રભાઇ જરા પણ નમતું જોખવા તૈયાર નથી, વાંરવાર કહે છે કે અમારા માટે દેશ હિત પ્રથમ રહેશે અને અમો એ મુજબ જ નિર્ણય લેશું, આજે પણ રશિયા પાસે થી તેલની ખરીદી ચાલુ જ રાખી છે, નિકાસ માં અન્ય દેશો સાથે વાટાઘાટો કરી બિઝનેસ વધારી અમેરિકાના વેપાર ઘટને પૂરી કરી રહ્યું છે ભારત, એટલું જ નહિ આગામી દિવસોમાં યુરોપ ના ૨૭ દેશો સાથે ફ્રી ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યું છે,બ્રિક્સ માં ભારત વધુ શક્તિશાળી બનતાં ટ્રમ્પ ના પેટમાં તેલ રેડાય છે,વિપક્ષ કઈ પણ કહે પરંતુ અમેરિકા જેવી મહા સત્તાને અવગણી ને પડકાર ઝીલવોએ ને ૫૬ની છાતી જ કહેવાય , મોદીજી નિવેદન બાજી કર્યા વિના અને મીડિયા માં બહાદુરી બતાવ્યા વિના રણનીતિ થી આગળ વધી રહ્યા છે જાણે ટ્રમ્પને કહેતા હોય કે સોરી ફ્રેન્ડ.... રોંગ નંબર..
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
