<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમને જાપાનીઝ માર્શલ આર્ટ્સમાં ‘સમુરાઈ’ અને ‘ટાઈગર ઓફ માર્શલ આર્ટ્સ’નું સન્માન

આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રીએ જાપાનીઝ માર્શલ આર્ટ્સમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. તેમને પ્રતિષ્ઠિત ‘સમુરાઈ’ ની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે અને તેઓ આ સન્માન મેળવનાર આંધ્રપ્રદેશના પ્રથમ વ્યક્તિ બન્યા છે.

 

આ ઉપરાંત તેમને માર્શલ આર્ટ્સમાં ૫-ડેન બ્લેક બેલ્ટ અને ‘ટાઈગર ઓફ માર્શલ આર્ટ્સ’ નો ખિતાબ પણ એનાયત કરવામાં આવ્યો છે. રાજકીય જવાબદારીઓ વચ્ચે પણ રમતગમત ક્ષેત્રે તેમની આ સિદ્ધિ યુવાનો માટે પ્રેરણારૂપ બની છે.

(3:35 PM IST)