તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 14th January 2026
મુંબઈમાં ઘૂસણખોરીનું નવું નેટવર્ક: દેશનિકાલ કરાયેલી બે બાંગ્લાદેશી મહિલાઓ જંગલોના રસ્તે ફરી ભારતમાં પ્રવેશી

મુંબઈ એટીએસ અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં બે બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી છે, જેમને અગાઉ ભારતમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આ ઘટનાએ સરહદ સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
મહારાષ્ટ્રની સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઓગસ્ટ ૨૦૨૫માં ગેરકાયદેસર વસવાટ બદલ ૩૦ વર્ષીય બિલ્કીસ બેગમ સિરમિયા અખ્તર અને ૩૪ વર્ષીય ઝુલેખા જમાલ શેખની ધરપકડ કરી હતી અને કાયદાકીય પ્રક્રિયા બાદ તેમને સત્તાવાર રીતે બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવી હતી.
જોકે, આ દેશનિકાલ લાંબો સમય ટક્યો ન હતો.
એટીએસ (એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ)ને મળેલી બાતમીના આધારે મુંબઈના કફ પરેડ અને કોલાબા વિસ્તારમાંથી આ બંને મહિલાઓને ફરીથી ઝડપી લેવામાં આવી છે. પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે તેઓ સરહદ સુરક્ષા એજન્સીઓની નજર ચૂકવીને 'ગોજા ડાંગા'ના ગાઢ જંગલો મારફતે ફરીથી ભારતમાં પ્રવેશી હતી.
તેમની પાસેથી બાંગ્લાદેશી રાષ્ટ્રીય ઓળખપત્ર પણ મળી આવ્યા છે. કડક સુરક્ષા હોવા છતાં આ રીતે સરળતાથી ઘૂસણખોરી થવી એ સુરક્ષા વ્યવસ્થામાં રહેલા મોટા છીંડા તરફ ઈશારો કરે છે. પોલીસ હવે તેમને મદદ કરનારા નેટવર્કની તપાસ કરી રહી છે.
(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
