News of Sunday, 11th January 2026
રેત કલાકાર સુદર્શન પટનાયકે પુરી બીચ પર સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે અદભૂત કલાકૃતિ બનાવી
આ કલાકૃતિમાં તેમણે ૫ ફૂટ ઊંચું શિવલિંગ બનાવ્યું છે અને તેની આસપાસ ૧૦૮ નાના શિવલિંગો પણ કંડાર્યા

ઓડિશાના પુરી બીચ પર પ્રખ્યાત રેત કલાકાર (સેન્ડ આર્ટિસ્ટ) સુદર્શન પટનાયકે ભગવાન શિવની એક ભવ્ય કૃતિ બનાવી છે. ગુજરાતના સોમનાથ મંદિરમાં ચાલી રહેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ' ની ઉજવણીના ભાગરૂપે તેમણે આ કલાકૃતિ તૈયાર કરી હતી.
આ કલાકૃતિમાં તેમણે ૫ ફૂટ ઊંચું શિવલિંગ બનાવ્યું છે અને તેની આસપાસ ૧૦૮ નાના શિવલિંગો પણ કંડાર્યા છે.
રેતીમાં 'ૐ નમઃ શિવાય' મંત્ર લખીને તેમણે સોમનાથ મંદિરના ગૌરવ અને ભારતીય સંસ્કૃતિનો સંદેશો આપ્યો હતો. આ સેન્ડ આર્ટ જોવા માટે પ્રવાસીઓની ભીડ ઉમટી હતી.
(12:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
