News of Saturday, 10th January 2026
મુંબઈના ગોરેગામમાં રેફ્રિજરેટરમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગતા ત્રણ લોકો જીવતા ભડથું: ભારે અરેરાટી

મુંબઈ: ગોરેગામ પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભગતસિંહ નગરમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના બની છે. અહીંના એક રહેણાંક મકાનમાં રાખેલા રેફ્રિજરેટરમાં અચાનક જોરદાર ધડાકો થયો અને તેના પગલે ઘરમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ગંભીર દુર્ઘટનામાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ દુર્ઘટનામાં એક જ પરિવારના પિતા અને બે સંતાનો પુત્રી અને પુત્ર સહિત ત્રણ સભ્યોના ગુંગળાઈ જવાના કારણે મૃત્યુ થયા હતા. સંજોગ પાવસ્કર (૪૮ વર્ષ), હર્ષદા પાવસ્કર (૧૯ વર્ષ) અને કુશાલ પાવસ્કર (૧૨ વર્ષ)ના ભોગ લેવાયો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભગતસિંહ નગરમાં ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં આવેલા એક ઘરમાં આ ઘટના બની હતી. રેફ્રિજરેટરના કોમ્પ્રેસરમાં ટેકનિકલ ખામી અથવા ઓવરહિટીંગને કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
