News of Saturday, 10th January 2026
જમ્મુમાં શહીદ પુત્રની પ્રતિમાને ઠંડી ન લાગે તે માટે માતાએ ધાબળો ઓઢાડ્યો: ભાવુક દ્રશ્યો સર્જાયા

જમ્મુમાં એક શહીદ જવાનની પ્રતિમા પર તેની માતાએ ઠંડીથી બચાવવા પ્રેમથી ધાબળો ઓઢાડ્યો હતો. કડકડતી ઠંડીમાં પુત્ર (ભલે તે પ્રતિમા સ્વરૂપે હોય) ની ચિંતા કરતી માતાની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
એક મા માટે તેનો દીકરો ક્યારેય મરતો નથી, તે હંમેશા જીવંત હોય છે. આ વાતને સાર્થક કરતા દ્રશ્યો જમ્મુમાં જોવા મળ્યા હતા. જમ્મુના રહેવાસી ગુરનામ સિંહ ૨૦૧૬ માં આતંકવાદી ઘૂસણખોરીને નિષ્ફળ બનાવતા શહીદ થયા હતા. તેમની યાદમાં ત્યાં એક પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
હાલમાં જમ્મુ-કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ત્યારે શહીદ ગુરનામ સિંહની માતાએ પોતાના દીકરાની પ્રતિમાને ઠંડીથી 'બચાવવા' માટે તેના પર ગરમ ધાબળો ઓઢાડ્યો હતો. એક માતાનો તેના શહીદ પુત્ર પ્રત્યેનો આ અવિરત પ્રેમ જોઈને લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. આ ઘટનાની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થતા લોકો શહીદ જવાન અને તેની માતાના વાત્સલ્યને સલામ કરી રહ્યા છે.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
