તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Wednesday, 31st December 2025
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના આજે બાપરે અંતિમ સંસ્કાર: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ઢાકા પહોંચશે: ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

ઢાકા: બાંગ્લાદેશના રાજકારણના દિગ્ગજ નેતા અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કારમાં ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકર હાજરી આપશે.
પાડોશી દેશ બાંગ્લાદેશમાં આજે શોકનો માહોલ છે. ત્રણ દિવસનો દેશ વ્યાપી શોક જાહેર થયો છે. દેશના પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) ના વડા ખાલિદા ઝિયાનું નિધન થતાં આજે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ રાજધાની ઢાકામાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ દુઃખદ પ્રસંગે ભારત સરકારે પણ સંવેદના વ્યક્ત કરી છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોને મહત્વ આપતા, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અંતિમ સંસ્કાર વિધિમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે આજે ઢાકા પહોંચી રહ્યા છે. આ મુલાકાત રાજદ્વારી દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાલિદા ઝિયાના નિધનથી બાંગ્લાદેશના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
