તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૭, મંગળવાર
News of Thursday, 20th November 2025
માઉન્ટ આબુ ઠંડીથી ઠુંઠવાયું : તાપમાન માઇનસ બે ડિગ્રી:ગુરુ શીખરમાં તાપમાન માઇનસ ચાર ડિગ્રી નોંધાયું
-- માઉન્ટ આબુના મેદાનો અને બગીચાઓ બરફથી ઢંકાઈ ગયા :પોલો મેદાનોમાં બરફની ચાદર :માઉન્ટ આબુના તળાવ પર પ્રવાસીઓની ભારે ભીડ

પશ્ચિમ ભારતના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા અઠવાડિયાથી ઠંડીમાં વધારો થયો છે. જેમાં માઉન્ટ આબુનું તાપમાન માઇનસ બે ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગુરુ શીખરમાં તાપમાન માઇનસ ચાર ડિગ્રી નોંધાયું હતું. જેને પગલે માઉન્ટ આબુના મેદાનો અને બગીચાઓ બરફથી ઢંકાઈ ગયા છે. મોડી રાત્રે તાપમાન ઘટવાનું શરૂ થાય છે અને સવાર સુધીમાં, માઉન્ટ આબુમાં તાપમાન શૂન્યથી બે ડિગ્રી નીચે ગગડી ગયું હતું.
માઉન્ટ આબુમાં તળાવની આસપાસના વિવિધ બગીચાઓ અને પોલો મેદાનોમાં બરફની ચાદર જોવા મળી હતી. આજે માઉન્ટ આબુના તળાવ પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. માઉન્ટ આબુની મુલાકાતે આવેલા હજારો પ્રવાસીઓ ઠંડીનો આનંદ માણી રહ્યા છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
