News of Thursday, 30th October 2025
જય જય જલારામ....અકિલાના આંગણે જલારામબાપાની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત
અકિલાના તંત્રી અજિતભાઈ ગણાત્રા સહિતના પરિવારના સભ્યો દ્વારા પૂજ્ય જલાબાપાની મૂર્તિને ફૂલહાર કરી જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું

રાજકોટઃ સંત શિરોમણી પરમ પૂજ્ય જલારામબાપાની ૨૨૬મી જન્મજયંતિની દર વર્ષની જેમ આ વર્ષેપણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઠેરઠેર છપ્પનભોગ દર્શન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો શહેરભરમાં અનેક સ્થળોએ કરવામાં આવ્યા હતા. દરમિયાન શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે સાંજે આ શોભાયાત્રા અકિલા કાર્યાલયના આંગણે પહોંચતા ‘જય જય જલારામ...'ના નાદ ગુંજી ઉઠ્યા હતા. અકિલાના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા, અકિલા પરિવારના બનેવીશ્રી દીપકભાઈ નાગ્રેચા, શ્રી સુનિલભાઈ રાયચુરા, શ્રીમતી ધારાબેન દીપકભાઈ નાગ્રેચા, શ્રીમતી સ્મિતાબેન સુનિલભાઈ રાયચુરા અને શ્રીમતી કિરણબેન નિમિશભાઈ ગણાત્રા તેમજ અકિલા પરિવારના સભ્યો દ્વારા પૂજય જલારામ બાપની મૂર્તિને ફૂલહાર કરી ઉષ્માભર્યુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તે પ્રસંગની તસ્વીરો. (તસ્વીરઃ સંદીપ બગથરીયા, અકિલા) (૪૦.૧૨)
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
