News of Friday, 17th October 2025
૩ મહિલાઓને આ મંત્રી મંડળમાં સ્થાન
દાદાના મંત્રીમંડળમાં મળ્યુ સ્થાન : રાજકોટમાં પિયરીયું અને જામનગરમાં છે સાસરિયું, પતિ ઓલરાઉન્ડર, આવો છે રીવાબાનો પરિવાર

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૭: ૩ મહિલાઓને આ મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. . આ ત્રણ મહિલાઓના નામ મનીષા વકીલ, રીવાબા જાડેજા, અને દર્શના વાઘેલાને સ્થાન મળ્યું છે. ત્યારે ચાલો જાણીએ કોણ છે આ ત્રણ મહિલાઓ.
મનીષા વકીલઃ મનીષા વકીલ વડોદરા શહેર બેઠક પરથી ધારાસભ્ય છે અને પહેલા પણ મંત્રી રહી ચૂકયા છે. તેમને ભૂપેન્દ્ર પટેલની સરકારની નવી કૅબિનેટમાં તેમને સમાવવામાં આવ્યાં છે. મનીષા વકીલે એમ.એ.નો અભ્યાસ કર્યો છે.તેઓ વડોદરાની શાળાનાં સુપરવાઇઝર તરીકે તથા સૉલેસ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સેવા આપી ચૂકયાં છે. તેઓ તેરમી ગુજરાત વિધાનસભાનાં પણ સભ્ય હતાં અને તેઓ વાંચનનો શોખ ધરાવે છે. મનીષા વકીલ ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની પહેલી ઈનિંગમાં હતા. મહિલા અને બાળ કલ્યાણ છેલ્લી ૩ ટર્મથી શહેરવાડી વિધાનસભાથી ધારાસભ્ય રહ્યા હતા તેમજ SC બેઠક પર ૨૦૧૨થી ચૂંટાઈ આવે છે.
રીવાબા જાડેજા : રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા એક ભારતીય રાજકારણી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય છે . તેઓ ૮ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ ચૂંટાયા હતા. રીવાબા ભારતીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની છે.
દર્શના વાઘેલાઃ દર્શના વાઘેલા ગુજરાતના એક ભારતીય રાજકારણી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની સભ્ય છે. તેઓ અમદાવાદ, ગુજરાતના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર હતા . તેમણે ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લામાં અનુસૂચિત જાતિ સમુદાય માટે અનામત અસારવા મતવિસ્તારમાંથી જીત મેળવી હતી. તેમણે મહિલા કોલેજમાંથી બીકોમ પૂર્ણ કર્યું. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તરીકે બે એક વર્ષના કાર્યકાળ માટે સેવા આપી. ઓક્ટોબર ૨૦૧૦માં તેઓ ફરીથી ચૂંટાયા હતા.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
