News of Sunday, 12th October 2025
રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નવું સ્વપ્ન! પૌત્રીના ઈન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો: 'હું વિશ્વનો સૌથી મહાન રાષ્ટ્રપતિ બનવા માંગુ છું'
ટ્રમ્પે પૌત્રી કાઈ સાથેની તેમની આ હૃદયસ્પર્શી વાતચીતની ક્લિપ વ્હાઇટ હાઉસે સોશિયલ મીડિયા પર પણ શેર કરી

નવી દિલ્હીઃ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં તેમની પૌત્રી કાઈ ટ્રમ્પને એક ખાસ ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમણે પોતાના જીવનની સૌથી મોટી મહત્વાકાંક્ષા વિશે મોટો ખુલાસો કર્યો છે. કાઈ ટ્રમ્પે પોતાની નવી યુટ્યુબ ચેનલ "1 ઓન 1 વિથ કાઈ" માટે દાદા ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનો પહેલો વિડિયો અપલોડ કર્યો છે.
આ ઈન્ટરવ્યૂ ગોલ્ફ કોર્સ પર થયો હતો, જ્યાં 18 વર્ષની કાઈ ટ્રમ્પે તેમના દાદાને તેમના સ્વપ્નો વિશે પ્રશ્ન પૂછ્યો હતો. કાઈએ પૂછ્યું કે શું તેમના હજી પણ કોઈ સપના છે જે તેઓ પૂરા કરવા માંગે છે?
આ પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે હસીને જવાબ આપ્યો કે, "રાષ્ટ્રપતિ બનવું એ મારું એક સ્વપ્ન હતું, જે પૂર્ણ થયું છે, પરંતુ હવે મારું લક્ષ્ય એક મહાન રાષ્ટ્રપતિ બનવાનું છે. હું રાષ્ટ્રપતિ બન્યો છું, પરંતુ હવે હું વિશ્વનો સૌથી મહાન રાષ્ટ્રપતિ બનવા માંગુ છું! આ મારું સ્વપ્ન છે, અને હું તેને પૂર્ણ કરવા માટે શક્ય તેટલું બધું કરીશ."
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેમનું સપનું માત્ર સત્તા મેળવવાનું નહીં, પરંતુ ઇતિહાસમાં એક મહાન નેતા તરીકે સ્થાન બનાવવાનું છે. પૌત્રી કાઈ સાથેની તેમની આ હૃદયસ્પર્શી વાતચીતની ક્લિપ વ્હાઇટ હાઉસે સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
