હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
AI અને ફિનટેકમાં બ્રિટિશ કંપનીઓ ભારતમાં હજારો નોકરીઓનું સર્જન કરશે

બ્રિટિશ પીએમ સ્ટાર્મરે જણાવી યોજનાનવી દિલ્હી, તા.૧૧: ભારતની મુલાકાતથી પરત ફરેલા બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફિનટેક ક્ષેત્રોમાં બ્રિટનનું નોંધપાત્ર રોકાણ ભવિષ્યમાં હજારો નોકરીઓનું સર્જન કરશે. ઘણી બ્રિટિશ કંપનીઓએ AI અને ફિનટેક ક્ષેત્રોમાં કુલ દ્વ૩.૬ બિલિયનના રોકાણની પુષ્ટિ કરી છે.
સ્ટાર્મરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિવિધ મુદ્દાઓ પર વ્યાપક વાટાઘાટો કરી હતી. તેમણે પીએમ મોદી સાથે અનેક કાર્યક્રમોમાં પણ હાજરી આપી હતી. તેઓ મોડી સાંજે લંડન જવા રવાના થયા હતા. તેમણે કહ્યું હતું કે તેમની ભારત મુલાકાતથી બ્રિટનને જુલાઈમાં હસ્તાક્ષર કરાયેલ વ્યાપક વેપાર અને આર્થિક કરાર દ્વારા સર્જાયેલી તકોનો લાભ લેવામાં મદદ મળી છે. તેમણે ભારતમાં બ્રિટિશ વ્યવસાયો માટે વધુ દરવાજા ખોલવાનું પણ વચન આપ્યું હતું, ખાસ કરીને મહત્વાકાંક્ષી મુક્ત વેપાર કરારને પગલે, જે ટેરિફ ઘટાડશે અને વેપારને ઝડપી, સસ્તો અને સરળ બનાવશે.
ભારતની મુલાકાત પૂર્ણ કરતા એક નિવેદનમાં, સ્ટાર્મરે કહ્યું, અમે ભારત સાથેના વેપાર કરાર દ્વારા સર્જાયેલી તકોનો સંપૂર્ણ લાભ લીધો છે. અમે યુકેમાં નવું રોકાણ સુરક્ષિત કર્યું છે અને દેશભરમાં, અમારા સૌથી મુખ્ય ઉદ્યોગોમાં ૧૦,૬૦૦ નવી નોકરીઓનું સર્જન કર્યું છે. અમે અમારી ભાગીદારીને મજબૂત બનાવી રહ્યા છીએ, ભારતમાં બ્રિટિશ વ્યવસાય માટેનો દર વધારી રહ્યા છીએ.
૧૦ ડાઉનિંગ સ્ટ્રીટે જાહેરાત કરી છે કે સોફ્ટબેંક ગ્રુપનો ભાગ ગ્રાફકોર, બેંગલુરુમાં એક નવા AI એન્જિનિયરિંગ કેમ્પસમાં દ્વ૧ બિલિયન સુધીનું રોકાણ કરશે. આનાથી ભારતના સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ૫૦૦ ઉચ્ચ-કુશળ નોકરીઓનું સર્જન થશે. યુકે ફિનટેક કંપની ટાઇડ ૨૦૨૬ થી પાંચ વર્ષમાં ભારતમાં ૫૦૦ મિલિયનનું રોકાણ કરશે અને આગામી ૧૨ મહિનામાં તેના ભારતીય કાર્યબળને ૨,૩૦૦ સુધી વધારશે, જેમાં ૮૦૦ વ્યાવસાયિકો ઉમેરાશે.
રિવોલટ આગામી પાંચ વર્ષમાં ભારતમાં ૫૦૦ મિલિયન ખર્ચ કરવાની યોજના ધરાવે છે. દરમિયાન, યુકે સ્થિત ચુકવણી ઓર્કેસ્ટ્રેશન કંપની પેસિકયોરે જણાવ્યું હતું કે તેનો હેતુ ટોચની ભારતીય બેંકો અને પેમેન્ટ ગેટવે સાથે સંકલન દ્વારા ભારતમાં સરળ ચુકવણીને સક્ષમ કરીને પાંચ વર્ષમાં બ્રિટિશ વ્યવસાયો માટે નિકાસને ૩૭૦ મિલિયન વધારવાનો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
