<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇના હસ્‍તે વિવિધ સહાયના ચેકનું વિતરણઃ સન્‍માન

રાજકોટ : રાજકોટ જીલ્લામાં વિકાસ સપ્તાહ દરમિયાન રૂા. ર૧.ર૩ કરોડની રકમના કુલ ર૮૩ વિકાસ કાર્યોના ખાતમુહુર્ત લોકાર્પણ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇના હસ્‍તે કરવામાં આવ્‍યા હતા. આ તમામ કાર્યક્રમ માટે રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્‍થિત ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે વિવિધ સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. ઉપરોકત તસ્‍વીરમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, સાંસદ પરસોતમભાઇ રૂપાલા,ધારાસભ્‍ય જયેશ રાદડીયા, ઉદય કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, મેયર નયનાબેન પેઢડીયા, મનપાના ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, મનપાના સ્‍ટેન્‍ડીંગ ચેરમેન જયમીન ઠાકર, મનપાના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ તથા શાસકપક્ષના દંડક મનીષભાઇ રાડીયા તેમજ પ્રદેશ ભાજપ આગેવાન ભરતભાઇ બોઘરા સહિતના આગેવાનો તથા ઉપસ્‍થિત લોકો નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:02 PM IST)