હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશ દુનિયામાં ગુજરાત ગ્રોથ એન્જીન બન્યું છેઃ ભૂપેન્દ્રભાઇ
રાજકોટમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભઃ સરપંચોને ર૧ કરોડના ચેકોનું વિતરણ સ્વા. મંદિર ખાતેથી ૧૯૪ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણઃ સાંસદો-મંત્રીશ્રી કાર્યક્રમમાં વર્ચ્યુઅલ જોડાયા :મુખ્યમંત્રીએ ઉપસ્થિત મેદનીએ તાળીઓ ન પાડતા ટકોર કરીઃ બીજાના આનંદમાં જોડાશો તો તમારો પણ વારો આવશે

હિરાસર એરપોર્ટ ખાતે ભુપેન્દ્રભાઇનું ભાવભર્યુ સ્વાગત ...
: ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રૂ. ૧૯૪ કરોડની રકમના વિકાસ કાર્યોના ઇ-ખાતમુહૂર્ત કરવા માટે રાજકોટ પધાર્યા છે. ત્યારે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છથી ભાવભર્યો આવકાર આપવામાં આવ્યો હતો.આ તકે મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ધારાસભ્યો સર્વે ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, મહેન્દ્રભાઈ પાડલીયા અન દુર્લભજીભાઈ દેથરીયા, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, અગ્રણી વિરેન્દ્રસિંહ ઝાલા સહિત અધિકારી ઓ ઉપસ્થિત રહ્યાં હતાં. (૩પ-૧૭)
રાજકોટ, તા. ૧૧ : વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિકસિત ગામ વિકસિત ગુજરાતના કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજ રોજ તારીખ ૧૧ ઓક્ટોબરને શનિવારના રોજ રાજકોટના પ્રવાસે પહોંચ્યા આવ્યા હતા. શહેરના કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરના યોગી સભાગળહમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અંદાજિત રૂપિયા ૧૯૪ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ તકે ગ્રામ પંચાયત ઓક્ટ્રોય નાબૂદી પેટે વધારાના સહાયક અનુદાન તરીકે ગ્રામ પંચાયતોના સરપંચોને રૂ. ૨૧ કરોડના ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું.
ભુપેન્દ્રભાઇ પટેલે કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન દર ૩ મહિને ખેડૂતોને જે હપ્તો આપે છે તેનો એક હપ્તો દિવાળી પહેલાનો આજે આપવામાં આવશે. PM મોદીએ સરકારમાં પ્રવેશ કર્યો તેને ૨૪ વર્ષ પૂર્ણ કરી ૨૫મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. રાજકોટનો આમાં સિંહ ફાળો છે, પ્રથમ ચૂંટણી શ્રી મોદી રાજકોટથી લડ્યા હતા જ્યારે આજે રાજકોટની જનતાએ મુકેલો ભરોસો દેશની ૧૪૦ કરોડ જનતાએ પણ મુકયો છે. ગ્રામ પંચાયતમાં ૭૬૧ ગ્રામપંચાયત સમરસ જાહેર થઇ છે. વધુ ભણેલા ગામના સરપંચ બન્યા છે અને ૪૨્રુ યુવાનો સરપંચ બન્યા છે જેનો ગૌરવ થાય છે. ૧૦,૦૦૦ રૂપિયા કામ માટે વખતો વખત વીતી જતા આજે કરોડો રૂપિયાના કામ તત્કાલ થઇ જાય છે. આ માનસિકતા બદલી છે ને આ વિકાસ પથ આગળ વધ્યાનું ઉદાહરણ છે.
ઉપસ્થિત લોકોએ તાળીઓ ન પાડતા મુખ્યમંત્રીએ ટકોર કરી કે, કેમ બધા શાંત બેઠા છો.? બીજાના આનંદમાં જોડાશો તો તમારો પણ વારો આવશે. આ પછી ઉપસ્થિત લોકોએ તાળી પાડી આનંદ વ્યક્ત કર્યો હતો. આજે વિકાસની પાયાની પ્રાથમિક જરૂરિયાત તો છે જ પરંતુ હાલ આત્મનિર્ભર બનવું જરૂરી છે. આજે આપણા દેશમાંથી બનેલા રમકડાં ૧૪૩ દેશમાં મોકલવામાં આવે છે.
વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદીનો આગ્રહ છે આપણે જે વાયબ્રન્ટ કરી રહ્યા છીએ તે છેવાડાના ગામ સુધી પહોંચવું જોઈએ. અગાઉ ૬૬,૦૦૦ નાના કારખાના હતા, જે આજે ૨૭ લાખ સુધી પહોંચી ગયા છે. જેના કારણે દેશ દુનિયામાં ગુજરાત ગ્રોથ એન્જીન બન્યું છે. આત્મનિર્ભર ભારત અને લોકલ ફોર વોકલ થકી સ્વદેશી અપનાવીએ તેવો સંકલ્પ વડાપ્રધાને આપ્યો છે. ૫૪૧ કરોડ ગઈકાલે મંજૂર કર્યા અને આજે બધા સરપંચના ખાતામાં પહોંચી ગયા છે. એક ગ્રામ પંચાયતને ૪ કરોડ રૂપિયા આપવાના છે. દરેક કામ ક્વોલિટી વાળા અને સારા કરીએ તેનું ધ્યાન રાખવાનું છે. વિકાસ યાત્રા હજુ સારી રીતે આગળ વધારવાની છે આમાં આપણે બધા સાથે મળીને વધારીશું.
વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને કેસરીદેવસિંહ ઝાલા આજે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના અમરદળ ગામ ખાતે ઉપસ્થિત રહી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વર્ચ્યુલ જોડાયા હતા. આ ગામ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જ્યારે મંત્રી ભાનુબેન બાબરીયા ભાવનગરથી વર્ચ્યુલ જોડાયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
