તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Tuesday, 2nd September 2025
SCO બાદ હવે બેઇજિંગમાં પુતિન, કિમ જોંગ અને જિનપિંગની ત્રિપુટી, ડોનાલ્ડ ટ્રમ્પ અને પશ્ચિમને ખુલ્લો પડકાર: લશ્કરી શક્તિ પ્રદર્શનની તૈયારી!
અમેરિકા વિરોધી 'અશાંતિનો અક્ષ': ભારતને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ: જો ભારત આ ત્રિપુટીમાં જોડાય છે, તો અમેરિકાના વૈશ્વિક વર્ચસ્વને મોટો પડકાર મળી શકે છે.

બીજિંગ : તાજેતરમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ બાદ હવે ચીન વધુ એક આંતરરાષ્ટ્રીય શક્તિ પ્રદર્શનની તૈયારી કરી રહ્યું છે. બેઇજિંગમાં એક મોટી લશ્કરી પરેડ યોજાવા જઈ રહી છે, જેમાં ચીન, રશિયા અને ઉત્તર કોરિયા જેવા અમેરિકાના વિરોધી દેશોના નેતાઓ ભાગ લેશે. આ ઘટનાને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો અમેરિકા અને પશ્ચિમી દેશોને સીધો પડકાર માનવામાં આવી રહ્યો છે.
અમેરિકી મીડિયાના અહેવાલો મુજબ, આ પરેડમાં ચીન તેના અત્યાધુનિક હાઇપરસોનિક શસ્ત્રો, પરમાણુ મિસાઇલો અને દરિયાઈ ડ્રોનનું પ્રદર્શન કરશે. આ કાર્યક્રમમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન જેવા નેતાઓ હાજર રહેશે. વોશિંગ્ટનના વ્યૂહરચનાકારોએ આને અમેરિકા વિરોધી "અશાંતિનો અક્ષ" બનાવવાનો પ્રયાસ ગણાવ્યો છે, જ્યાં ચાર દેશોના નેતાઓ એકસાથે મળીને વૈશ્વિક નિયમોને ફરીથી સ્થાપિત કરવાનો અને પશ્ચિમી વર્ચસ્વને પડકારવાનો પ્રયાસ કરી રહ્યા છે.
SCO સમિટમાં ભારત, ચીન અને રશિયાની ત્રિપુટી પણ ચર્ચાનો વિષય બની હતી. અમેરિકી મીડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પુતિન અને જિનપિંગ વચ્ચેની નિકટતાને નોંધી હતી, જેને ડોનાલ્ડ ટ્રમ્પ માટે સીધા સંદેશ તરીકે જોવામાં આવ્યું. ચીન અને રશિયા લાંબા સમયથી ભારતને RIC (રશિયા-ભારત-ચીન) જૂથમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત, જિનપિંગે પીએમ મોદી સાથે સંબંધો સુધારવા માટે તેમના ખાસ સલાહકાર કેઈ ચીને પણ મોકલ્યા હતા. નિષ્ણાતો માને છે કે જો ભારત આ ત્રિપુટીમાં જોડાય છે, તો અમેરિકાના વૈશ્વિક વર્ચસ્વને મોટો પડકાર મળી શકે છે. જોકે, આખરી નિર્ણય ભારત પર નિર્ભર છે
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
