News of Sunday, 31st August 2025
અમેરિકામાં અભ્યાસ કરતા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૪૦ ટકાનો ઘટાડો
અમેરિકામાં નિયમોને લઇને સતત થતા ફેરફારોના કારણે આ ઘટાડો થયો હોવાનું તારણ, અન્ય દેશનોમાં અભ્યાસ ખર્ચ ઓછો છે, વિદ્યાર્થીઓ હવે દુબઇ, નોર્થ કોરીયા જેવા દેશોમાં અભ્યાસ માટે થઇ રહ્યા છે

નવી દિલ્હીઃ ભારતથી વિદેશમાં અભ્યાસ કરવા જવાના વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધારે છે. દર વર્ષે 3.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ ભારતથી વિદેશ અભ્યાસ માટે જતા હોય છે. જેમાં યુએસએ, યુકે, કેનેડા સહિતના દેશનો સમાવેશ થાય છે. ખાસ કરીને ભારતથી યુએસએ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ વધારે છે.
જોકે છેલ્લા કેટલાક સમયથી આ સંખ્યામાં મહદઅંશે ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક સમયમાં ભારતથી યુએસએ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓમાં 40 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. હવે યુવાઓ અભ્યાસ માટે યુએસએ ની જગ્યાએ અન્ય દેશ પસંદ કરી રહ્યા છે.
યુએસમાં નિયમો ને લઈને સતત થતાં ફેરફારોને કારણે આ ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચાઓ સામે આવી હતી કે, યુએસ સરકાર એચ 1 વીઝા બંધ કરી રહી છે તો એવી પણ ચર્ચા સામે આવી હતી કે, યુએસમાં હવે અભ્યાસ સાથે જોબ કરવાની સવલત બંધ કરવામાં આવશે.
છેલ્લા ઘણા સમયથી યુએસએ સરકાર દ્વારા એજ્યુકેશન વીઝા અને અન્ય નિયમોમાં સતત ફેરફારો કરી રહી છે જેને કારણે ભારતીય વિદ્યાર્થીઓ હવે અમેરિકાના બદલે અન્ય દેશ તરફ વળ્યા છે. ખાસ કરીને દુબઈ, નોર્થ કોરિયા જેવા દેશમાં વિદ્યાર્થીઓ હવે અભ્યાસ માટે જઈ રહ્યા છે.
એક્સપર્ટ એવું પણ જણા હતું કે, અન્ય દેશોમાં અમેરિકા અને ભારત કરતાં અભ્યાસ ખર્ચ ઓછો છે તેમજ આ દેશોમાં અમેરિકા અને ભારત કરતાં અભ્યાસ ગુણવતા પણ સારી છે. આમ છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
