<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

વ્યાપક વિરોધ બાદ ICICI બેંકે રૂપિયા 50,000 લઘુત્તમ બેલેન્સનો નિર્ણય ફેરવ્યો, હવે 15,000 જમા રાખવા પડશે

ગ્રાહકોને રાહત આપતાં, મેટ્રો અને શહેરી વિસ્તારોમાં આ મર્યાદા 50,000 રૂપિયાથી ઘટાડીને માત્ર 15,000 રૂપિયા કરાઈ

ICICI બેંકે ભારે વિવાદ બાદ આખરે ગ્રાહકોને ખુશખબર આપી છે, નવા ગ્રાહકો માટે તાજેતરમાં વઘારેલી લઘુત્તમ બેલેન્સ મર્યાદા ઘટાડી દીધી છે. બેંક તરફથી માહિતી આપતાં કહેવામાં આવ્યું છે કે, હવે બચત ખાતાના લઘુત્તમ એકાઉન્ટ બેલેન્સ (MAB) ના નિયમોમાં ફરીથી ફેરફાર કરવામાં આવ્યા છે અને ગ્રાહકોને રાહત આપતાં, મેટ્રો અને શહેરી વિસ્તારોમાં આ મર્યાદા 50,000 રૂપિયાથી ઘટાડીને માત્ર 15,000 રૂપિયા કરવામાં આવી છે.

(12:12 AM IST)