<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

બિહાર મતદાર યાદીમાં ભારેઃ બાંગ્લાદેશ અને નેપાળના ઘણા ઘુસણખોરોના નામઃ બાંગ્‍લાદેશ અને નેપાળના ઘણા ઘુસણખોરોના નામ જોવામ મળ્યાઃ 'SIR' માં ચૂંટણી પંચનો ચોંકાવનારો ખુલાસો

પટણામાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણા દરમિયાન ચૂંટણી પંચે ચોંકાવનારા ખુલાસા કર્યાઃ ડોર-ટુ-ડોર સર્વેમાં, બુથ લેવલ અધિકારીઓને નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારના લોકો

નવી દિલ્‍હીઃ  બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણા (SIR) દરમિયાન ચૂંટણી પંચે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ચૂંટણી પંચે જણાવ્યું કે, બિહારમાં સ્પેશિયલ સઘન સુધારણા દરમિયાન કરવામાં આવેલા ડોર-ટુ-ડોર સર્વેમાં, બૂથ લેવલ અધિકારીઓને નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારના મોટી સંખ્યામાં લોકો મળી આવ્યા છે. જેમના નામ 1 ઓગસ્ટે જાહેર થનારા મતદાર યાદીના ડ્રાફ્ટમાં નથી તેઓ મતદાર નોંધણી અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી અને પછી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ દાખલ કરી શકે છે અને તેમના પ્રમાણપત્રો સાથે દાવો કરી શકે છે. મતદારોની અંતિમ યાદી 30 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત કરવામાં આવશે.

ચકાસણી માટે આ દસ્તાવેજો જરૂરી

  • માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ શૈક્ષણિક પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)
  • પાસપોર્ટ
  • રાજ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાવાળા દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજીસ્ટર
  • 1 જુલાઈ 1987 પહેલા બેંક, પોસ્ટ ઓફિસ, LIC વગેરે દ્વારા જારી કરાયેલ કોઈપણ પ્રમાણપત્ર
  • વન અધિકાર પ્રમાણપત્ર
  • નિયમિત કર્મચારી અથવા પેન્શનર કર્મચારીઓનું ઓળખકાર્ડ
  • કાયમી રહેઠાણ પ્રમાણપત્ર
  • સરકારની કોઈપણ જમીન અથવા મકાન ફાળવણીનું પ્રમાણપત્ર
  • સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર

(3:25 PM IST)