તા. ૧૪ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
યોગ દિવસ નિમિત્તે તમિલનાડુના 73 વર્ષના રાજ્યપાલે 51 પુશ-અપ પૂર્ણ કર્યા : સૌને ભારે આશ્ચર્યમાં મુકી દીધા
મદુરાઈના વેલામ્મલ શૈક્ષણિક સંસ્થામાં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં 10,000 વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ગવર્નરે સાથી ટ્રેનર્સ સાથે મળીને યોગના તમામ આસન સ્ફૂર્તિ સાથે કર્યાં

તમિલનાડુના રાજ્યપાલ રવિન્દ્ર નારાયણ રવિએ શનિવારે સવારે મદુરાઈના વેલામ્મલ શૈક્ષણિક સંસ્થામાં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં 10,000 વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં પુશ-અપ સ્કીલથી સૌને પ્રભાવિત કર્યાં હતા.
વિદ્યાર્થીઓ સમક્ષ 73 વર્ષીય આરએન રવિએ પુશ-અપ્સનો પડકાર સ્વીકાર્યો તે ઉપરાંત આ ઉંમરે તેમના પર્ફોમન્સથી સૌને ભારે આશ્ચર્યમાં મુકી દીધા હતા.
રવિન્દ્ર નારાયણ રવિએ સહેલાઈથી સતત 51 પુશ-અપ્સ પૂર્ણ કર્યા, જે યુવા વિદ્યાર્થીઓ માટે એક ઉદાહરણ હતું. 73 વર્ષની ઉંમરે ગવર્નરે સાથી ટ્રેનર્સ સાથે મળીને યોગના તમામ આસન સ્ફૂર્તિ સાથે કર્યાં. સોશિયલ મીડિયા પર આ અંગેનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
તમિલનાડુના રાજ્યપાલે પુશ-અપ્સ દરમિયાન ટિપ્સ પણ શેર કરી હતી. તેમની ફિટનેસ જોઈને સૌ દંગ રહી ગયા હતા. રાજભવન, તમિલનાડુએ X પર આ જ પોસ્ટ પોસ્ટ કરી હતી જેમાં રાજ્યપાલ રવિન્દ્ર નારાયણ રવિએ મુખ્ય યોગ પદ્ધતિઓ અને યોગ દિવસના મહત્વ અંગે સમજણ આપી હતી.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
