<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

પહેલગામ આતંકવાદી હુમલામાં 'ફક્ત પુરુષોની જ હત્યા'નો જવાબ આખરે મળી ગયો : ચોંકાવનારું તારણ બહાર આવ્યું

પહેલગામમાં આતંકીઓએ જે 26 પ્રવાસીઓની હત્યા કરી તેમાં બધા પુરુષો જ હતા, મહિલાઓ અને બાળકો નહોતા

જમ્મ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં એક પછી એક રહસ્ય બહાર આવી રહ્યાં છે. હવે બીજુ એક મોટું રહસ્ય સામે આવ્યું છે. હકીકતમાં પહેલગામમાં આતંકીઓએ જે 26 પ્રવાસીઓની હત્યા કરી તેમાં બધા પુરુષો જ હતા, મહિલાઓ અને બાળકો નહોતા. હકીકતમાં ફરવા તો તો મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં આવ્યાં હતા પરંતુ તેમને જીવતા છોડી દેવાયા હતા અને પુરુષોને જ શુટઆઉટ કરી નખાયા હતા. આતંકવાદીઓએ આવું કેમ કર્યું? તો તેનો પણ આખરે જવાબ મળી ગયો છે

    બચી ગયેલા કેટલાક લોકોનું એવું કહેવું છે કે આતંકવાદીઓએ મહિલાઓ અને બાળકોને એટલા માટે છોડ્યાં હતા કે તેઓ જઈને મોદી સરકારને મેસેજ આપી શકે કે આ બધું સરકારને કારણ થયું છે, મહિલાઓ-બાળકોને છોડીને આતંકવાદીઓએ કદાચ ફરિશ્તાની પણ છાપ પાડી હોય.

   પહેલગામ આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયાં છે. આતંકવાદીઓએ નામ અને ધર્મ પૂછીને તથા મહિલાઓ અને બાળકોને અલગ કરીને પુરુષોને ગોળીએ વીંધી નાખ્યાં હતા.

  પહેલગામ આતંકી હુમલામાં નવા નવા ફણગા ફૂટતાં જાય છે. હવે માસ્ટર માઈન્ડને લઈને મોટી જાણકારી સામે આવી છે. આ હુમલાનો માસ્ટર માઈન્ડ અનંતનાગનો 20 વર્ષનો યુવાન આદિલ થોકર છે જે અનંતનાગમાં રહેતા વલી મોહમ્મદ થોકરનો પુત્ર છે જેણે પાકિસ્તાનમાં લશ્કર-એ-તોઇબાના કમાન્ડરો સૈફુલ્લાહ કસુરી અને અબુ મુસા સાથે મળીને પહેલગામ હુમલાની યોજના બનાવી હતી. હુમલા બાદ આદિલ તેના સાથીઓ સાથે પીર પંજાલની પહાડીઓમાં ગાયબ થઈ ગયો હતો અને હાલમાં તેની શોધખોળ માટે મોટું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

  ઈનપુટ્સ સૂચવે છે કે આદિલ તાજેતરમાં પહેલગામના બૈસરન ખીણ વિસ્તારમાં સક્રિય હતો, બૈસરન ખીણમાં જ પ્રવાસીઓ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. લગભગ ચાર-પાંચ આતંકવાદીઓ અને આદિલ સહિત બે સ્થાનિક આતંકવાદીઓએ યુએસ-નિર્મિત M-4 રાઇફલ અને AK 47/56 નો ઉપયોગ કરીને પહેલગામ પર ભયાનક હુમલો કર્યો હતો. હુમલાને નજર જોનાર લોકોએ એવું કહ્યું કે ટ્રિગર દબાવનાર આતંકવાદી આદિલ જ હતો જે પછી તેઓ બધા પીર પંજાલના ગાઢ પાઈન જંગલોમાં ગાયબ થઈ ગયા, ચાર આતંકીઓ આર્મીના યુનિફોર્મમાં હતા.


 

(5:14 PM IST)