તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 27th April 2025
બિહારમાં ચૂંટણી પહેલા ભાજપનો મોટો દાવ, મહાપંચાયત યોજીને રમ્યું દલિત કાર્ડ; સમ્રાટ ચૌધરીએ યોજનાઓની કરી ગણતરી
નાણામંત્રી તરીકે બજેટ રજૂ કરતી વખતે અમે દલિત વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ વધારી દીધી છેઃ અર્જુન રામ મેઘવાલ

નવી દિલ્હીઃ બિહાર ભાજપ દ્વારા રાજધાની પટનામાં રવિવારે દલિત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ પણ હાજર રહ્યા હતા. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ દલિત મહાપંચાયતમાં દાવો કર્યો હતો કે નાણામંત્રી તરીકે બજેટ રજૂ કરતી વખતે અમે દલિત વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ વધારી દીધી છે. રાજ્યમાં દલિતોના કલ્યાણ માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફુલેના નામે મહિલાઓ માટે હોસ્ટેલની સ્થાપના કરવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને દલિતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. બિહારમાં ગરીબોના વિકાસ માટે યોજનાઓ સતત અમલમાં આવી રહી છે. લોકોને આ યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે.
કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે પણ દલિત મહાપંચાયતને સંબોધિત કરી હતી. પહેલગામ હુમલા અંગે તેમણે કહ્યું કે કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. વર્તમાન સરકાર ખૂબ જ મજબૂત છે અને દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને મેઘવાલે કહ્યું કે અમે તમામ પ્રકારના પડકારો સ્વીકારવા માટે તૈયાર છીએ અને બિહારમાં ફરી એકવાર એનડીએની મજબૂત સરકાર બનશે. મહાપંચાયતમાં બિહાર બીજેપી અધ્યક્ષ દિલીપ જયસ્વાલ, ડેપ્યુટી સીએમ વિજય કુમાર સિંહા સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.
જો કે બિહાર વિધાનસભાની ચૂંટણીને હજુ થોડા મહિના બાકી છે. રાજકીય પક્ષોએ અત્યારથી જ જ્ઞાતિના મતો એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે. જો કે આરજેડી દ્વારા અલગ દલિત મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એક દિવસ પહેલા સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું કે પહેલગામમાં 26 પ્રવાસીઓની હત્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે બિહારમાં પણ લાગુ થશે. બિહારમાં રહેતા પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. તે લોકોને દેશનિકાલ કરવામાં આવશે.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
