તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 27th April 2025
'અમારું પાણી સિંધુ નદીમાંથી વહેશે અથવા તો તેમનું લોહી વહેશે.': બિલાવલ ભુટ્ટો
મૂર્ખતાભર્યું છે આવા નિવેદનોનું સન્માન ન કરવું જોઈએઃ બિલાવલ ભુટ્ટોઃ સીઆર પાટીલે કહ્યું કે અમે આવી ધમકીઓથી ડરવાના નથી.

નવી દિલ્હીઃ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારત અને સિંધુ નદીને લઈને નિવેદન આપ્યું છે. ભારતમાં આ નિવેદનની આકરી પ્રતિક્રિયા જોવા મળી રહી છે.
બિલાવલ ભુટ્ટો ગયા શુક્રવારે એક રેલીને સંબોધવા આવ્યા હતા. આ રેલીનું આયોજન સિંધ પ્રાંતના સુખરમાં કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન બિલાવલ ભુટ્ટોએ ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'અમારું પાણી સિંધુ નદીમાંથી વહેશે અથવા તો તેમનું લોહી વહેશે.'
બિલાવલ ભુટ્ટોના આ નિવેદન પર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સીઆર પાટીલ સહિત ઘણા મોટા નેતાઓએ આકરી પ્રતિક્રિયા આપી છે.
હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે બિલાવલ ભુટ્ટોનું નિવેદન મૂર્ખતાભર્યું છે. આવા નિવેદનોનું સન્માન ન કરવું જોઈએ. દરમિયાન સીઆર પાટીલે કહ્યું કે અમે આવી ધમકીઓથી ડરવાના નથી.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
