News of Sunday, 27th April 2025
કેનેડાના વાનકુવરમાં ગમગીની : ફિલિપાઈન્સના રાષ્ટ્રીય તહેવાર દરમિયાન એક કાર ચાલકે ભીડ પર વાહન ચડાવી દેતા અનેક લોકોના મોતની આશંકા : ડ્રાઈવરની ધરપકડ : સમગ્ર શહેરમાં શોકનું મોજુ : જુઓ વિડીયો
'લાપુ-લાપુ' ફેસ્ટિવલમાં અણધારી દુર્ઘટના : અનેક લોકો ઘાયલ : મેયર અને સાંસદ દ્વારા દુઃખ વ્યક્ત : ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ

https://x.com/sentdefender/status/1916358164993204242
વાનકુવર: કેનેડાના વાનકુવરમાં એક ભીડભાડવાળા સ્ટ્રીટ ફેસ્ટિવલમાં એક વ્યક્તિએ તેની SUV ઘૂસાડી દેતા અનેક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના શનિવારે સ્થાનિક સમય અનુસાર રાત્રે 8 વાગ્યે બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, SUV કારે ફ્રેઝર સ્ટ્રીટ અને ઇસ્ટ 41સ્ટ એવન્યુ પર આયોજિત 'લાપુ લાપુ '25 બ્લોક પાર્ટી'માં હાજર રહેલા લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં અનેક લોકો ભોગ બન્યા છે. પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે અને હાલમાં તપાસ ચાલી રહી છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. જો કે, મૃત્યુઆંક અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.
વાનકુવર પોલીસ ડિપાર્ટમેન્ટે X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, "આજે રાત્રે 8 વાગ્યા પછી તરત જ E. 41st એવન્યુ અને ફ્રેઝર ખાતે એક સ્ટ્રીટ ફેસ્ટિવલમાં એક ડ્રાઇવરે ભીડમાં વાહન ચલાવતા અનેક લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. ડ્રાઇવર પોલીસ કસ્ટડીમાં છે. તપાસ આગળ વધતાં અમે વધુ માહિતી આપીશું."
ઘટનાસ્થળના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં ક્ષતિગ્રસ્ત SUV અને ઘાયલ લોકો જોવા મળી રહ્યા છે. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ડ્રાઇવર લગભગ 20 વર્ષનો એશિયન યુવક હતો અને તે માનસિક રીતે અસ્થિર લાગી રહ્યો હતો.
વાનકુવરના મેયર કેન સિમે આ ભયાનક ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને અસરગ્રસ્તો તેમજ વાનકુવરના ફિલિપિનો સમુદાય પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
નોંધનીય છે કે લાપુ-લાપુ ફેસ્ટિવલ ફિલિપાઇન્સના પ્રથમ રાષ્ટ્રીય હીરોને સન્માનિત કરવા માટે યોજાય છે, જેમણે 1521માં મેક્ટનના યુદ્ધમાં સ્પેનિશ સંશોધક ફર્ડિનાન્ડ મેગેલનને હરાવ્યો હતો.
🚨🇨🇦#BREAKING | NEWS ⚠️
— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) April 27, 2025
Update video of the reported driver who plowed through a group of people killing some and injuring many at the Lapu Lapu festival in Vancouver, Canada, massive police and EMS response the driver appears to be a 20-year-old Asian male. pic.twitter.com/wvUQ8OV0Oe
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
