<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

ગોંડલમાં અલ્પેશ કથીરિયાની ગાડી પર હુમલાનો પ્રયાસ, કાચ તૂટ્યા; કથીરિયાએ કાર્યક્રમ યથાવત રાખવાની જાહેરાત કરી : જુઓ વિડીયો

ગોંડલ : શહેરમાં સામાજિક અને રાજકીય ગરમાવો વધી ગયો છે, જેના પગલે આજે તંગદિલીભર્યું વાતાવરણ જોવા મળ્યું. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને શહેરમાં પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા અલ્પેશ કથીરિયાની ગાડી પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં તેમની ગાડીના કાચ તૂટી ગયા હતા. જો કે, આ ઘટના બાદ અલ્પેશ કથીરિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ગમે તેટલો વિરોધ થાય, તેઓ તેમનો નિર્ધારિત કાર્યક્રમ ચાલુ રાખશે.

 

(11:14 AM IST)