તા. ૨૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૪ સોમવાર
News of Tuesday, 8th April 2025
પાડોશમાં રહેતા ૧૭ વર્ષના છોકરા પર ફીદા થઈ ૩ બાળકોની માઃ નામ બદલી સાથે રહેવા આવી ગઈ
મહિલાના પતિ સાથે છૂટાછેડા થઈ ચૂકયા છે અને બાળકો પતિ પાસે મૂકી દીધા છે મહિલાએ પોતાનું નામ શબનમમાંથી શિવાની રાખી લીધું

અમરોહા,તા.૮: ઉત્તર પ્રદેશના અમરોહામાં ત્રણ બાળકોની માતા બીજા ધર્મના ૧૨મા ધોરણમાં ભણતા છોકરાના પ્રેમમાં ડૂબી ગઈ. બધાને છોડી તે છોકરા સાથે રહેવા લાગી. મહિલાએ પોતાનું નામ શિવાની રાખી લીધું. બંનેએ જણાવ્યું કે, તેમણે પોતાની મરજીથી લગ્ન કરી લીધા છે અને બંને ખુશ છે.
કોઈ પણ તેમની જિંદગીમાં દખલગીરી નહીં કરે. આ મામલો અમરોહાના સૈદનગલી વિસ્તારનો છે. ત્રણ બાળકોની માતા શબનમ પાડોશમાં રહેતા એક હિન્દુ છોકરાને દિલ દઈ બેઠી. લોકોની સહમતિ પર પંચાયતે નિર્ણય સંભળાવ્યો કે મહિલા પોતાની મરજીથી કયાંય પણ રહી શકે છે. મહિલા પોતાના પતિથી છૂટાછેડા લઈ ચૂકી છે, પણ પ્રેમીની ઉંમર નાની હોવાના કારણે લગ્ન થઈ શકતા નથી.
લગભગ ૨૬ વર્ષિય શબનમના આઠ વર્ષ પહેલા સૈદનગલી નગર પંચાયતમાં રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. તેમને ત્રણ દીકરી પણ થઈ છે. લગભગ એક વર્ષ પહેલા તેનો પતિ રોડ અકસ્માતમાં ઘાયલ થઈ ગયો હતો. જે બાદ પતિ શારીરિક રીતે નબળો થઈ ગયો.
ત્યારે આવા સમયે મહિલા તેમના જ ફળિયામાં રહેતા હિન્દુ સમુદાયના એક છોકરા સાથે પ્રેમમાં પડી ગઈ. તે છોકરા સાથે રહેવા લાગી. ત્રણ દિવસ પહેલા બંને પક્ષના લોકોએ આ વાતને લઈને પંચાયત બોલાવી. છોકરીની હાજરીમાં નક્કી થયું કે, મહિલા પોતાની મરજીથી ત્યાં રહેવા માગે છે, તો ત્યાં રહી શકે છે.
મહિલાના પતિ સાથે છૂટાછેડા થઈ ચૂકયા છે અને બાળકો પતિ પાસે મૂકી દીધા છે. મહિલાએ પોતાનું નામ શબનમમાંથી શિવાની રાખી લીધું છે. મહિલાએ જણાવ્યું કે, તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને તે બહુ ખુશ છે. તેને કોઈ તકલીફ નથી. તો વળી કહેવાય છે કે મહિલાના પહેલા લગ્ન અલીગઢમાં થયા હતા. ત્યાંથી લગ્ન તૂટી જતાં બીજા લગ્ન સૈદનગલીમાં થયા. હવે મહિલાના ત્રીજા લગ્ન આ નાના એવા છોકરા સાથે થયા છે. શબનમ ઉર્ફ શિવાનીએ જણાવ્યું કે, તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે.(૪૦.૩)
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
