હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ લોહાણા મહાજન આયોજીત વિશ્વ પ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને પવિત્ર ૧૦૮ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય-દિવ્ય-જાજરમાન આયોજન સંપન્ન થયું હતું.

રાજકોટ લોહાણા મહાજન આયોજીત વિશ્વ પ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને પવિત્ર ૧૦૮ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય-દિવ્ય-જાજરમાન આયોજન સંપન્ન થયું હતું. અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ સહિતની ટીમ પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, શ્રી જીતુભાઇ ચંદારાણા, શ્રી કિશોરભાઇ કોટક, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, ધવલભાઇ ખખ્ખર, હિરેનભાઇ ખખ્ખર, શૈલેષભાઇ પાબારી, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, રઘુવંશી અગ્રણીઓ શ્રી છબીલભાઇ પોબારૂ, ડો. હિમાંશુભાઇ ઠકકર, એડવોકેટ જયભારત ધામેચા, નિલેશભાઇ જોબનપુત્રા સહિતના મહાનુભાવોએ યાદગીરીરૂપ, તસ્વીર પડાવી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા જે નજરે પડે છે. પવિત્ર ભાગવત સપ્તાહના અંતિમ દિવસે તમામ યજમાનોને વિદ્વાન શાષાીજી શ્રી હિરેનભાઇ ત્રિવેદી, દ્વારા ગણપતિ ભગવાન, લક્ષ્મી નારાયણ ઇશ્વર, રાધે-કૃષ્ણ ભગવાન, પવિત્ર પોથીજીની ભાવપૂર્વક, પૂજા કરાવવામાં આવી હતી. જે દૃશ્યમાન થાય છે. ભાવિકોની ચિક્કાર મેદની વચ્ચે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ ત્થા શ્રીમતિ સ્નેહાબેન પોબારૂ, મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ તથા ડો. શ્રીમતિ નિશિતાબેન ચોટાઇ, દિશીતભાઇ પોબારૂ તથા શ્રીમતિ યેશાબેન પોબારૂ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઇ દોશી, સામાજીક અગ્રણીઓ શ્રી છબીલભાઇ પોબારૂ, શીવલાલભાઇ આદોજા, અનુપમભાઇ દોશી, અશ્વિનભાઇ પટેલ, સુનિલભાઇ વોરા, પ્રજ્ઞેશભાઇ પટેલ, પ્રતાપભાઇ પટેલ, હસુભાઇ રાચ્છ, નલીનભાઇ તન્ના, યુ. કે. સ્થિત શ્રી નિક કામારીસ તથા ડો. સપનાબેન ચોટાઇ, રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી જયેશભાઇ બોઘરા, સિધ્ધાર્થભાઇ પોબારૂ, જાણીતા ઇન્ટીરીયર ડીઝાઇનર દંપતિ શ્રી કલ્પેશભાઇ ગણાત્રા તથા શ્રીમતિ શૈલીબેન ગણાત્રા, જાણીતા એમ. ડી. ફીઝીશ્યન ડો. મિલાપભાઇ મશરૂ તથા શ્રીમતિ ઉર્મિબેન મશરૂ, જયશ્રીબેન મધુસુદનભાઇ સોનપાલ, જાણીતા ઇ. એન. ટી. સર્જન ડો. હિમાંશુભાઇ ઠક્કર રાજકોટ બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ અને સિનિયર ધારાશાષાી શ્રી બકુલભાઇ રાજાણી દંપતિ, અગ્રણી શ્રી પરેશભાઇ ડોડીયા, એસ્કોર્ટસ સિકયુરીટીઝના કૌશિકભાઇ ચાવડા, રાજકોટ લોહાણા મહાજનના તમામ ટ્રસ્ટીઓ વિગેરેએ પવિત્ર કથાનું રસપાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. મહાનુભાવોએ પૂ. જીગ્નેશદાદાના આશીર્વાદ લઇ પવિત્ર આરતીનો પણ લ્હાવો લીધો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે. પવિત્ર ૧૦૮ શ્રીમદ્્ ભાગવત સપ્તાહના અભૂતપૂર્વ-કાબિલેદાદ આયોજનમાં સફળ નેતૃત્વ પુરૂં પાડનાર લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ તથા કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇનું મહાજનના તમામ ટ્રસ્ટીઓ દ્વારા સાલ ઓઢાડી અદ્કેરૂં સન્માન કરવામાં આવ્યું હતું જે જોઇ શકાય છે. પોતાની આગવી શૈલીમાં પવિત્ર ભાગવત કથાનું રસપાન પૂર્ણ કરાવીને કથા પૂર્ણાહૂતિ બાદ પૂ. જીગ્નેશદાદા એ મુખ્ય પોથીજી અને ઇશ્વરના દર્શન કર્યા હતાં. ત્યારબાદ પવિત્ર પોથીજી સાથે આગળ વધી કથા-મંડપમાં વિન્ટેજ કારમાં બેસીને હજજારો ભાવિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને આશીર્વાદ પાઠવ્યા હતા જે તસ્વીરમાં જોઇ શકાય છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
