News of Monday, 7th April 2025
ત્રીજા પ્રેમી સાથે રહેવા માતાએ તમામ હદો વટાવીઃ ધરપકડ જિગરના ટુકડાની બેરહેમીથી ગળું દબાવીને હત્યા કરી નાખી.
રાજસ્થાનના બાંસવાડામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છેઃ આ આખી ઘટના વીશે જ્યારે જાણશો તો તમારુ પણ કાળજું કંપી જશે

બાસંવાડા તા.૭: બાસંવાડામાં હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીંના બાંસવાડામાં એક મહિલા ત્રીજા લગ્ન માટે એટલી અંધ બની ગઈ હતી કે તેને પોતાના ૨૧ મહિનાના નિર્દોષ પુત્ર પર પણ દયા ન આવી. તેણે ત્રીજા લગ્ન માટે પોતાના જ જિગરના ટુકડાની બેરહેમીથી ગળું દબાવીને હત્યા કરી નાખી. હત્યા પછી આરોપી માતા ફરાર થઈ ગઈ હતી. પોલીસે બાળકના મળતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો, અને ૨૪ કલાકની અંદર યુવતીને પણ ધરપકડ કરી લીધી. મહિલા જે વ્યક્તિ સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહી હતી, તેણે તેના બાળકને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
આ ઘટના બાસંવાડાના છાપરિયા ગામમાં બની છે. છાપરિયા નિવાસી મહિલા આશાના લગ્ન લગભગ ચાર વર્ષ પહેલા જ થયા હતા. તે એક વર્ષ જ પોતાના પહેલા પતિ સાથે રહી. પછી અલગ થઈને એક યુવાન સાથે રહેવા લાગી હતી. મહિલાએ યુવાન સાથે લિવ-ઈનમાં રહેવાનું નક્કી કર્યું હતું. આ વ્યક્તિ સાથે તે લગભગ ત્રણ વર્ષ રહી. આ દરમિયાન તેને એક બાળક થયો, જેની ઉંમર ૨૧ મહિના જણાઈ રહી છે.
મહિલાનો જ્યારે આ યુવાનથી પણ મન ભરાઈ ગયો તો તે ફરી ત્રીજા યુવક સાથે જ લિવ-ઈનમાં રહેવા માગતી હતી. પરંતુ જે ત્રીજા વ્યક્તિ પર તેનો દિલ આવ્યો હતો તે બાળકને સાથે રાખવા માટે તૈયાર નહોતો. આ પર લાલચમાં અંધ માતાએ બાળકનું જ ગળું દબાવી દીધું અને સ્થળ પરથી ફરાર થઈ ગઈ. જ્યારે પોલીસે મહિલાને ધરપકડ કરી તો તેની ઓળખ આશા કુમારી ઉર્ફે આશા તરીકે થઈ. તેની પૂછપરછ કરવામાં આવી તો તેણે આખી ઘટના કબૂલ કરી લીધી છે. તેણે જણાવ્યું કે તે પોતાના પહેલા બંને પતિઓ સાથે રહેવા માગતી નથી અને
યુવતી જે યુવક સાથે લિવ-ઈનમાં રહેતી હતી. તેણે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે તેની પત્ની થોડા દિવસો પહેલા અચાનક ઘર છોડી છાપરિયામાં રહેતા તેના પિતા દિનેશ નિનામાના ઘરે ચાલી ગઈ. ત્યાં તેણે તેમના પુત્ર આયુષનું ગળું દબાવી દીધું. આ માહિતી પર પોલીસે તપાસ કરી અને બાળકના મળતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. પોલીસના જણાવ્યા મુજબ લાલચની આગમાં અંધ બની ગયેલી આ યુવતીને હવે પોતાનો જ બાળક બોજો લાગતો હતો. તેથી તેણે પોતાના બાળકની હત્યા કરી દીધી છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
