હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બેંગલુરુમાં રહેવા માટે મહિને ૮ લાખનો પગાર પણ ઓછો પડયોઃ ખર્ચા જોઈ આંખો ફાટી રહેશે
આસ વોરા જૈને લિંક્ડઈન પર લખ્યું છે કે, તેની વાર્ષિક સેલરી ભલે ૧.૮ કરોડ રૂપિયા હોય, પણ બધા ખર્ચા કાઢતા તેના હાથમાં ખાલી ૧ કરોડ રૂપિયા આવે છે. એટલે કે લગભગ ૮.૩ લાખ દર મહિને : ભારતમાં મોટા ભાગના લોકો માટે આ સેલરી ખૂબ જ વધારે કહેવાય, પણ જૈનના જણાવ્યા અનુસાર બેંગલુરુમાં તે પૂરતી નથી. તેની પાછળના કારણો નીચે મુજબ આપ્યા છે

બેંગલુરુ,તા.૭: બેંગલુરુને ભારતનું સિલિકોન વેલી કહેવાય છે. અહીં કામ કરનારા ટેક એક્સપર્ટને કંપનીમાં ભારે ભરખમ પેકેજ આપવામાં આવે છે. તેમ છતાં બેંગલુરુમાં રહેવું આસાન નથી, તેના દાવા થઈ રહ્યા છે. અહીં કામ કરી રહેલા એક સોફ્ટવેર એન્જીનિયરે દાવો કર્યો છે કે તેને વર્ષનું બે કરોડનું પેકેજ છે. તેમ છતાં તેને લાગે છે કે બેંગલુરુમાં રહેવા માટે તેની કમાણી પૂરતી નથી.
આ પ્રિન્સિપલ સોફ્ટવેર એન્જીનિયરની વાર્ષિક કમાણી ૧.૮ કરોડ રૂપિયા છે. પણ તેનું કહેવું છે કે લગભગ અડધી સેલરી ખર્ચમાં ઉડી જાય છે. આસ વોરા જૈન નામના આ એન્જીનિયરે જ્યારે પોતાની ફાઈનાન્શિયલ કંડીશન LinkedIn પર શેર કરી, તો ચર્ચા છંછેડાઈ ગઈ. જૈને જણાવ્યું કે, ભારે ભરખમ સેલરી મળવા છતાં હવે તેના માટે બેંગલુરુ બિલકુલ રહેવા લાયક નથી. કારણ ત્યાંના મોંઘા ખર્ચા અને શહેરની વધતી મોંઘવારી, જે મળીને તેની સેલરીને હવામાં ઉડાવી દે છે. તેની આ ફરિયાદ પર લોકોએ ખૂબ પ્રતિક્રિયા આપી છે.
આસ વોરા જૈને લિંક્ડઈન પર લખ્યું છે કે, તેની વાર્ષિક સેલરી ભલે ૧.૮ કરોડ રૂપિયા હોય, પણ બધા ખર્ચા કાઢતા તેના હાથમાં ખાલી ૧ કરોડ રૂપિયા આવે છે. એટલે કે લગભગ ૮.૩ લાખ દર મહિને. ભારતમાં મોટા ભાગના લોકો માટે આ સેલરી ખૂબ જ વધારે કહેવાય, પણ જૈનના જણાવ્યા અનુસાર બેંગલુરુમાં તે પૂરતી નથી. તેની પાછળના કારણો નીચે મુજબ આપ્યા છે.
ઈંદિરાનગરમાં 3BHK ફ્લેટનું ભાડૂ- ૧.૫ લાખ રુપિયા
BMW/Mercedes લક્ઝૂરી કારનો હપ્તો- ૮૦,૦૦૦ રુપિયા
ડોમેસ્ટિક હેલ્પ અને લોન્ડ્રી- ૧૫,૦૦૦ રુપિયા
સ્વિગી/જોમેટો પર ઓર્ડર- ૭૦,૦૦૦ રુપિયા
૫ સ્ટાર હોટલમાં કોકટેલ અને ડિનર- ૧.૨ લાખ
વીકેન્ડ ટ્રિપ (ગોવા અને દુબઈ)- ૧ લાખ રુપિયા
બ્રાંડેડ વાઈટ ટી શર્ટ- ૧૦,૦૦૦ રુપિયા
ઓર્ગેનિક વાઈન- ૫૦,૦૦૦ રુપિયા
ફિટનેસ મેમ્બરશિપ- પર્સનલ ટ્રેનર- ૧૨,૦૦૦ રુપિયા
ક્રિપ્ટો અને સ્ટોક્સમાં રોકાણ- ૧ લાખ રુપિયા
આમ તો આ ૭.૦૭ લાખ ખર્ચ છે, પણ જૈને દાવો કર્યો કે બેંગલુરુમાં તેમના એક મહિનાનો ખર્ચ ૮.૮૭ લાખ રુપિયા છે. તેમણે કહ્યું કે, અઠવાડીયામાં ૪૦ કલાક કામ કરવા પર તેમને વર્ષે ૧.૮ કરોડ મળે છે.
પોસ્ટના અંતે જૈને મજાકના અંદાજમાં સવાલ કર્યો કે, બેંગલુરુમાં શું ખોટું છે? તેના પર લોકોએ કટાક્ષ કરતા કોમેન્ટ કરી. એક યુઝરે લખ્યું કે આ પોસ્ટ દ્વારા જૈન ખાલી એંગેજમેન્ટ અને કોમેન્ટ ઈચ્છે છે. એક અન્ય યુઝરે લખ્યું કે, સારા સમાચાર, ન્યૂ ઈન્ડિયા સ્કીમ અંતર્ગત, હવે તમે એટીએમમાંથી આપનો પીએફ પણ ઉપાડી શકશો. તેનાથી ગોવા ટ્રિપ અને ઓર્ગેનિક વાઈનનો ખર્ચને બેલેન્સ કરવામાં મદદ મળી શકશે.
ઋષિ નામના એક યુઝરે લખ્યું કે, આ શહેર વિશે નથી, પણ તમે જે લાઈફસ્ટાઈલ પસંદ કરો છો, તેના વિશે છે. દયાનંદ રાઉતે લખ્યું છે કે, જરૂરિયાતો પૂરી કરી શકાય છે, લાલચ નહીં.(૪૦.૮)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
