News of Tuesday, 1st April 2025
નેશનલ-સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 5 થી 40 રૂપિયાનો વધારો ઝીકાયો : જાણો કયા વાહને કેટલો ટોલ ચૂકવવો પડશે
કાર, જીપ, લાઈટ કોમર્શિયલ વહીકલ .બસ ટ્રક સહિતના વાહનોને ટોલ ટેક્સનો બોજો વધશે

નવી દિલ્હી :આજથી નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં વધારો થયો છે. તમામ વાહનો માટે ટોલ ફીમાં રૂપિયા 5થી 40 સુધીનો વધારો કરાયો છે. રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર આજથી ટોલ વધારો અમલમાં આવ્યો છે.
કાર અને જીપ જેવા લઘુવાહનો માટે 135ના બદલે હવે 140 ચૂકવવા પડશે.બસ અને ટ્રક જેવા મોટા વાહનો માટે 465ના બદલે 480 ચૂકવવા પડશે. વડોદરા થી આણંદ સુધી કારમાં મુસાફરી માટે 50ના બદલે 55 રૂપિયા ટોલ ટેક્સ ચૂકવવો પડશે. વડોદરા થી નડિયાદ સુધીનો ટોલ 70ના બદલે 75 રૂપિયા થયો છે.
રઘવાણજ ટોલ પ્લાઝા પર કાર અને જીપ માટે ટોલની ફી 110 કરવામાં આવી છે. વાસદ થી વડોદરા સુધી કાર અને જીપ માટે હવે રૂપિયા 160 ટોલ વસૂલાશે ભરથાણા ટોલ પ્લાઝા પર પણ કાર અને જીપ માટે ટોલ 155ની જગ્યાએ 160 રૂપિયા લેવાશે, NHAI દ્વારા કારથી લઈને મોટા વાહનો સુધીના ટોલમાં વધારો કરાયો છે.
ક્યા વાહનનો કેટલો ટોલ ? કાર/જીપ રૂપિયા 135ના બદલે 140, રિટર્ન ટોલ માટે 205ના બદલે 215
LCV (લાઈટ કોમર્શિયલ વ્હીકલ) રૂપિયા 220ના બદલે 230, રિટર્ન ટોલ માટે 330ના બદલે 345
બસ/ટ્રક રૂપિયા 465ના બદલે 480, રિટર્ન ટોલ માટે 720ના બદલે 760
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
