હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગૌતમ અદાણીને બોમ્બે હાઇકોર્ટથી રાહતઃ સેશન્સ કોર્ટનો આદેશ રદ્ કર્યો
SFIO દ્વારા ર૦૧રમાં અદાણી બંધુ સહિત ૧ર લોકો સાથે કેસ નોંધાયેલ

મુંબઇ તા. ૧૭: દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને બોમ્બે હાઇકોર્ટે ર૦૧રના રૂ. ૩૮૮ કરોડના છેતરપીંડીના કેસમાં મોટી રાહત આપી છે.
જસ્ટીસ રાજેશ લડઠાએ મુંબઇની એક સેશન્સ કોર્ટના નવેમ્બર ર૦૧૯માં આપેલ આદેશને રદ્દ કર્યો છે. જેમાં જણાવાયેલ કે, એસએફઆઇઓએ બજાર રેગ્યુલેશન નિયમોમાં ઉલ્લંઘન મામલે અદાણી વિરૂધ્ધ કેસ કરાયો હતો. જે અંગે અદાણી દ્વારા હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા.
ગૌતમ અને રાજેશ અદાણી સાથે અદાણી એન્ટરપ્રાઇઝે હાઇકોર્ટમાં SFIO દ્વારા ર૦૧રમાં નોંધાયેલ મામલામાંથી મુકિતની માંગ કરેલ. આ કેસમાં કુલ ૧ર લોકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં અદાણી બંધુ ઉપર અપરાધિક ષડયંત્ર રચવા અને છેતરપીંડી કરવાનો આરોપ લગાડાયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા તેની સામે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી સેશન્સ કોર્ટનો આદેશ મનમાનીરૂપ અને ગેરકાયદે હોવાનું જણાવાયું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
