<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

રાજસ્‍થાનના પાંચ રાજવી પરિવારોની સંપત્તિ આજે કરોડોમાં છે

મહારાણા પ્રતાપથી રાઠોડ વંશ સુધી..રાજસ્‍થાનને ‘રાજાઓની ભૂમિ' તરીકે ઓળખવામાં આવી છે : રાજવંશોએ રાજ્‍યને સમળદ્ધ સાંસ્‍કળતિક અને ઐતિહાસિક ધરોહર તરીકે મહત્ત્વપૂર્ણ યોગાદન આપ્‍યું હતું: ‘પધારો મ્‍હારે દેશ' ઉક્‍તિને ચરિતાર્થ કરતા રાજસ્‍થાનના આતિથ્‍ય સત્‍કારથી લઈને રાજવી પરિવારોના વૈભવ હજુ આજની તારીખે ભૂલી શકાય નથી

જોધપુર,તા.૧૭: રાજસ્‍થાનને ‘રાજાઓની ભૂમિ' તરીકે ઓળખવામાં આવી છે. રાજ્‍યનું ઐતિહાસિક મહત્ત્વ ભારતીય ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આ રાજવંશોએ રાજ્‍યને સમળદ્ધ સાંસ્‍કળતિક અને ઐતિહાસિક ધરોહર તરીકે મહત્ત્વપૂર્ણ યોગાદન આપ્‍યું હતું. ‘પધારો મ્‍હારે દેશ' ઉક્‍તિને ચરિતાર્થ કરતા રાજસ્‍થાનના આતિથ્‍ય સત્‍કારથી લઈને રાજવી પરિવારોના વૈભવ હજુ આજની તારીખે ભૂલી શકાય નથી. ભારત દેશ ૧૯૪૭માં આઝાદ થઈ ગયો હતો, ત્‍યાર બાદ ભારતના તમામ રજવાડાઓનું ભારતમાં કેન્‍દ્રીકરણ કરી લેવામાં આવ્‍યું હતું. મોટાભાગના રજવાડાં પોતાની મરજીથી કેન્‍દ્રીકરણને સ્‍વીકાર્યું તો કેટલા સાથે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી પડી હતી. હવે આ રજવાડાઓ પાસે અત્‍યારે સંપત્તિ કેટલી છે? તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યાં છે. રાજસ્‍થાનના આ ૫ રાજવી પરિવારો પાસે કેટલી સંપત્તિ છે?

આજે ૧૬ માર્ચ ૨૦૨૫ને આજે મહારાણા પ્રતાપના વંશજ અને મેવાડ રાજ પરિવારના મુખ્‍ય સભ્‍ય એવા મહારાણા અરવિંદ સિંહ મેવાડનું અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા એવું સૂત્રો દ્વારા જાણવા મળ્‍યું છે. અરવિંદ સિંહ મેવાડ રાજવંશના ૭૬મા રક્ષક અને એકલિંગજી મહાદેવના દિવાન હતાં. ભારતના ઈતિહાસમાં રાજસ્‍થાનને રાજાઓની ભૂમિ કહેવામાં આવતી હતી. અહીંના રાજાઓએ રાજ્‍યના સાંસ્‍કળતિક વારસામાં મોટું યોગદાન પણ આપેલું છે. ભારતમાં ૧૯૭૧માં ૨૬મા બંધારણીય સુધારો કરવામાં આવ્‍યો અને રજવાડાઓના શાહી વિશેષાધિકારો અને ખાનગી સંપત્તિ નાબૂદ કરવામાં આવી હતી.

રાઠોડ રાજવંશે મારવાડ પ્રદેશ પર શાસન કર્યું હતું, જેની રાજધાની જોધપુર હતી. મેહરાનગઢ કિલ્લો રાઠોડ રાજવંશની શક્‍તિનું પ્રતીક માનવામાં આવે છે. રાઠોડ વંશના ઉત્તરાધિકારી મહારાજા ગજસિંહ દ્વિતીય છે. તેમના વ્‍યવસાય અને મિલકતની વાત કરવામાં આવે તો, તેમની પાસે ઉમ્‍મેદ ભવન પેલેસ અને મેહરાનગઢ કિલ્લા સહિત ઘણી મિલકતો છે. કેટલી મિલકત છે, તેનો કોઈ ચોક્કસ આંકો તો નથી પરંતુ આ પરિવાર કરોડો રૂપિયાનો માલિક હોવાનો અંદાજ પણ છે.

બિકાનેરની સ્‍થાપના ૧૪૬૫ માં રાવ બીકાએ કરી હતી, તેઓ પણ રાઠોડ વંશના હતાં. બિકાનેરના ભૂતપૂર્વ રાજવી પરિવારના મહારાજા રવિ રાજ સિંહનું ૪૫ વર્ષની ઉંમરે ૨૦૨૨માં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. રવિરાજ સિંહે પોતાનું શાળાકીય શિક્ષણ અજમેરની માયો કોલેજમાંથી મેળવ્‍યું હતું. તેઓ મહારાજા ગંગા સિંહના પૌત્ર હતા. તેમના નામે ૨ લાખ ૮૪ હજાર વીઘા જમીન દાનમાં આપવાનો રેકોર્ડ છે. અત્‍યારે તેમની પાસે લાલગઢ પેલેસ અને અન્‍ય મિલકતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્‍યું છે.

આ રાજવંશ રાજસ્‍થાનના સૌથી પ્રતિષ્ઠિત રાજવંશોમાંનો એક છે, જેણે મેવાડ પ્રદેશ પર શાસન કર્યું હતું. મહારાણા પ્રતાપ જેવા બહાદુર યોદ્ધાઓ આ વંશના હતા. મેવાડ રાજવી પરિવારના અગ્રણી સભ્‍યોમાંના એક અરવિંદ સિંહ મેવાડનું લાંબી બીમારી બાદ ૧૬ માર્ચ, ૨૦૨૫ના રોજ અવસાન થયું હતું. જોકે, ઉદયપુરમાં રાજવી પરિવારના મોટા પુત્ર અને ભૂતપૂર્વ સાંસદ મહેન્‍દ્ર સિંહ મેવાડના પુત્ર વિશ્વરાજ સિંહ મેવાડને ગાદી પર બેસાડમાં આવ્‍યાં હતાં. મેવાડ રાજવંશની મિલકતોની વાત કરવામાં આવે તો સિટી પેલેસ, લેક પેલેસ હોટેલ અને ઉદયપુરમાં આવેલી અન્‍ય વારસાગત મિલકતોનો સમાવેશ થાય છે. તેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનું અનુમાન છે.

કછવાહા રાજવંશે જયપુર પર શાસન કર્યું હતું. જયપુર શહેરની સ્‍થાપના મહારાજા સવાઈ જયસિંહ બીજાએ કરી હતી. આ લોકો રામના પુત્ર કુશના વંશજ હોવાનો દાવો કરે છે. મહામહિમ ભવાની સિંહ તેના છેલ્લા મહારાજા હતા. ભવાની સિંહને કોઈ પુત્ર નહોતો તેથી ૨૦૦૨ માં તેમણે તેમની પુત્રીના મોટા પુત્ર પદ્મનાભ સિંહને દત્તક લીધો. વર્ષ ૨૦૧૧માં, પદ્મનાભ સિંહને અનધિકળત રીતે જયપુરનું ગાદી મળી. રાજવી પરિવારની મિલકતોમાં સિટી પેલેસ, રામબાગ પેલેસ અને અન્‍ય વારસાગત મિલકતો છે. તેમની મિલકત પણ કરોડો રૂપિયાની હોવાનો અંદાજ છે.

રાજસ્‍થાનના ભૂતપૂર્વ રાજવી પરિવારોમાંનો એક અલસીસરનો રાજવી પરિવાર છે. એટલું જ નહીં પરંતુ આ પરિવાર હજી પણ શાહી પરંપરાઓ સાથે જીવે છે. આ રાજવી પરિવારના વર્તમાન વડા અભિમન્‍યુ સિંહ છે, જેમને ખેત્રીના રાજા તરીકે ઓળખવામાં આવે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ રાજવી પરિવાર પાસે જયપુર અને રણથંભોરમાં અનેક મોટી હવેલીઓ છે, જેમાંથી અલસીસર હવેલીને હેરિટેજ હોટેલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. આ પરિવાર પાસે પણ કરોડોની સંપત્તિ હોવાનું અનુમાન છે.(૪૦.૭)

(10:03 AM IST)