<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th March 2025

અયોધ્યામાં લગ્નની રાત્રે વરરાજા અને કન્યાના મોત મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ

વરરાજા પ્રદીપનો મૃતદેહ છતના હૂકથી લટકતો મળી આવ્યો હતો, જ્યારે દુલ્હનનો મૃતદેહ પલંગ પર પડ્યો હતો.

યુપીના અયોધ્યામાં લગ્નની રાત્રે વરરાજા અને કન્યાના મૃત્યુના કેસમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. બંનેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેમનું મૃત્યુ કેવી રીતે થયું. રાત્રે લગભગ 12 વાગ્યે વરરાજાએ દુલ્હનનું ગળું દબાવીને હત્યા કરી હતી. દુલ્હનના મૃત્યુના અડધા કલાક પછી વરરાજાએ પણ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. બંનેના મૃત્યુ પાછળનું કારણ હજુ પણ રહસ્ય છે. આ મામલો કેન્ટ પોલીસ સ્ટેશનના સહદતગંજ મુરાવન ટોલાનો છે. 

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક પરિવારમાં ખુશી શોકમાં ફેરવાઈ ગઈ હતી, જ્યારે વરરાજા અને કન્યા બંનેનું તેમના લગ્નની રાત્રે જ મૃત્યુ થયું. તેમના લગ્ન 7 માર્ચે થયા હતા. તેના બીજા જ દિવસે એટલે કે 8 માર્ચના રોજ કન્યા ત્યાંથી નીકળીને તેના સાસરિયાના ઘરે આવી અને લગ્નની રાત્રે કન્યા અને વરરાજા બંનેનું મૃત્યુ થયું હતું.

 

ઘર સંપૂર્ણપણે શણગારેલું હતું. પરિવારના સભ્યો સ્વાગતની તૈયારી કરી રહ્યા હતા પરંતુ જ્યારે સવારે 7 વાગ્યે વરરાજા અને કન્યાએ દરવાજો ન ખોલ્યો, ત્યારે પરિવારના સભ્યોને શંકા ગઈ અને જ્યારે તેઓએ દરવાજો તોડ્યો ત્યારે બધા ચોંકી ગયા. કન્યા પલંગ પર મૃત હાલતમાં પડી હતી, જ્યારે વરરાજા છતના હૂકથી લટકતો હતો. ત્યાર બાદ પરિવારે પોલીસ અને છોકરીના પરિવારને તાત્કાલિક જાણ કરી હતી.

 

લગ્નના બીજા જ દિવસે નવપરિણીત યુગલનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. વરરાજા પ્રદીપનો મૃતદેહ છતના હૂકથી લટકતો મળી આવ્યો હતો, જ્યારે દુલ્હનનો મૃતદેહ પલંગ પર પડ્યો હતો. આ ઘટનાથી સમગ્ર પરિવાર અને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને માતા રડી પડી હતી અને હાલ તેની માતાની હાલ બહુ જ ખરાબ છે.

 

માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટનાને કારણે વિસ્તારમાં શોકનો માહોલ છે. આ ઘટના સાંભળીને બધા ચોંકી ગયા છે અને તેઓ બંનેના મૃત્યું પછી એ પણ નથી સમજી શક્યા કે વરરાજાએ કેમ આવું પગલું ભર્યું હશે

(9:10 PM IST)