News of Tuesday, 11th March 2025
અમેરિકન ગુપ્તચર વિભાગના વડા આવશે ભારતની મુલાકાતે
તુલસી ગબાર્ડ ગુપ્તચર એજન્સીની પહેલી હિંદુ વડા

નવી દિલ્હીઃ અમેરીકાની નેશનલ ઇન્ટેલીજન્સ ડાયરેકટર તુલસી ગબાર્ડ ઇન્ડો-પેસીફીક પ્રવાસ માટે રવાના થયા છે.આ દરમ્યાન તેણી ભારતનો પણ પ્રવાસ કરશે. તેણીએ જણાવ્યું કે તે,જાપાન, થાઇલેન્ડ અને ભારતની મુલાકાત લેશે.
તુલસીએ પોતાના પ્રવાસની શરૂઆત પ્રશાંત મહાસાગરમાં આવેલ અમેરિકન દ્વીપ હવાઇની રાજધાની હોનોલુલુ થી કરી.ત્યાં તેણીની મુલાકાત ઇન્ટેલીજન્સ કોમ્યુનીટીના લોકો, ઇન્ડો-પેસીફીક કમાંડસના નેતાઓ અને ટ્રેનીંગ લઇ રહેલા સૈનિકો સાથે થશે.
૪૩ વર્ષની તુલસી ઇરાક યુધ્ધની દિગ્ગજ છે. આફ્રિકા અને મધ્ય પૂર્વના યુધ્ધ ક્ષેત્રોમાં તેની ત્રણ વાર તૈનાલી થઇ ચુકી છે. તુલસીગબાર્ડ પહેલા એક ડેમોક્રેટ હતી પણ ઓકટોબર ૨૦૨૨માં તેણે પક્ષ છોડી દીધો.અને ૨૦૨૪માં રિપબ્લીકન પાર્ટીમાં જોડાયા હતા.
તુલસી ગબાર્ડ અમેરિકન કોંગ્રેસમાં પહેલી હિંદુ હતી પણ ભારત સાથે તેનો કોઇ સંબંધ નથી.તેણીના ધર્મના કારણે તેને ભારતીય મૂળના સમજી લેવામાં આવે છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
