<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

રેલ્‍વેમાં મહિલા લોકો પાયલોટની સંખ્‍યામાં એક દાયકામાં પાંચગણો વધારો

સૌથી વધારે મહિલા લોકો પાયલોટ યુપીની બીજા નંબર પર તેંલગણા અને ત્રીજા નંબરે તમિલનાડુ

નવી દિલ્‍હીઃ સરકારી અધિકારીઓએ જણાવ્‍યું હતું કે છેલ્લા દસ વર્ષમાં ભારતીય રેલ્‍વેમાં ટ્રેન ચલાવતી મહિલા લોકો પાયલોટસની સંખ્‍યા પાંચ ગણી વધી છે.તેમના અનુસાર, ૨૦૨૪ સુધીમાં રેલ્‍વેમાં ૧૮૨૮ મહિલા લોકો પાયલોટ કામ કરે છે, જે એક દાયકા પહેલા ૩૭૧ હતી.મોટા ભાગની મહિલા લોકો પાયલોટ ઉતર પ્રદેશની છે (૩૬ થી વધીને ૨૨૨), ત્‍યારપછી  તેંલગણા (૧૩ થી વધીને ૧૯૬) અને તમિલનાડુ (૩૯ થી વધીને ૧૮૦) આવે છે.

એક અધિકારીએ જણાવ્‍યું, ‘‘મહિલાઓ લોકો પાયલોટ, સ્‍ટેશન માસ્‍તર, ટ્રેકમેન, સિગ્નલ મેઇન્‍ટેનન્‍સ, ગાર્ડ, ગેંગમેન જેવા ક્ષેત્રોમાં પ્રવેશી છે. આ વાત હકીકતથી સ્‍પષ્‍ટ થાય છે

(4:46 PM IST)