<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

પુલવામાં આતંકી હૂમલાને છ વર્ષ પૂરા

એસઓપીમાં સુધારાથી હવે નહી થઈ શકે આવા હૂમલાઓ

જમ્‍મુ, તા.૧૪: કાશ્‍મીરના પુલવામામાં ૨૦૧૯માં આજના દિવસે થયેલ છાતક હૂમલાની છઠ્ઠી વરસી પર સીઆરપીએફના અધિકારીઓ એટલે ખૂશ છે કે આ છ વર્ષોમાં તેમણે એસઓપીમાં સુધારાઓ કરીને પુલવામા જેવા કેટલાયે હૂમલાઓ રોકી દીધા છે. તેમણે કહયું કે હવે પરિસ્‍થિતી એવી બનાવી દેવાઈ છે કે આતંકીઓ આવા હૂમલાઓ ફરીથી નહી કરી શકે.

પુલવામા ખાતે કેન્‍દ્રીય રીજર્વ પોલીસ દળના ૪૦ જવાનો શહીદ થઈ ગયા હતા એ પુલવામાના ઘાતક હૂમલાની છઠ્ઠી વર્ષગાંઠ પર સીઆરપીએફના ટોચના અધિકારીઓએ આતંકવાદ વિરોધી ઉપાયોમાં કરાયેલ મહત્‍વપૂર્ણ સુધારોઓ પર પ્રકાશ પાડયો અને ભવિષ્‍યમાં આવી ઘટનાઓને રોકવાના ઉદેશથી એસઓપી, ઉપકરણો અને ટ્રેનીંગમાં પ્રગતિ પર ભાર મૂકયો હતો. (રર.૧૧)

(3:48 PM IST)