તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Saturday, 8th February 2025
ઉડી બાબા! એ પંખા હૈ કી હેલીકોપ્ટર, માર્કેટમાં આવી ગયો નવો હેલીકોપ્ટર પંખો
અનોખી અને નવી ડિઝાઇનના સીલિંગ ફેનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે

નવી દિલ્હી,તા.૮: સોશિયલ મીડિયા પર દરરોજ અવનવા વીડિયો અને ફોટો જોવા મળતા હોય છે. ઘણી વાર એવી વસ્તુઓ આપણને જોવા મળે છે, જેના વિશે આપણે કયારેય વિચાર્યું પણ નથી હોતું. આવો જ એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક અનોખી ડિઝાઇનનો સીલિંગ ફેન દેખાઈ રહ્યો છે. આ પંખાની ડિઝાઇન એવી છે, જે પહેલી નજરમાં તો તમે પણ છેતરાઈ જાવ. આ અનોખી અને નવી ડિઝાઇનના સીલિંગ ફેનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ ક્રિએટિવિટીના વખાણ પણ કરી રહ્યા છે.
માર્કેટમાં આવી ગયા છે, પણ તમે કયારેય વિચાર્યું પણ નહીં હોય કે હેલિકોપ્ટર પંખો પણ માર્કેટમાં આવશે. હેલિકોપ્ટર ફેન, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લાખો લોકો આ વીડિયોને જોઈ ચૂકયા છે. આ અનોખા સીલિંગ ફેનનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @amera_q8_2016 નામના યુઝરે શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૫૪ લાખથી વધારે લોકો જોઈ ચૂકયા છે. આ વીડિયોમાં આપ જોઈ શકશો કે છતથી લાગેલા પંખા ફરી રહ્યો છે, પહેલી નજરમાં એવું લાગશે કે આ પંખો નથી પણ હેલિકોપ્ટર ફરી રહ્યું છે. કારણ કે પંખા સાથે એક નાનું હેલિકોપ્ટર પણ જોડાયેલ છે. જે જોવામાં બિલકુલ અસલી હેલિકોપ્ટર લાગી રહ્યું છે. નીચેની તરફથી જોતા એવું લાગશે કે પંખો હેલિકોપ્ટરની બ્લેડ્સ છે અને તે ઝડપથી ફરી રહ્યો છે. ત્યાં સુધી કે હેલિકોપ્ટરની ટેલ એટલે કે પૂંછડી પર લાગેલા પંખા પણ ફરી રહ્યા છે. લોકો આ ક્રિએટિવ ફેનના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
