તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Saturday, 8th February 2025
છોકરીવાળા જાનની રાહ જોઈને બેઠા હતાઃ કયાં વાંકું પડયું કે માંડવો ઉતારવો પડયો
નવી જિંદગીના સપના જોઈને, હાથમાં મહેંદી લગાવીને જાનની રાહ જોઈ રહી હતી : સાંજ સુધી બારાત ન આવી દુલ્હને ફોન કર્યો અને ત્યાં જ ડખો શરૂ થયો

એટા,તા.૮: ઉત્તરપ્રદેશના એટામાં એક દુલ્હનના હાથમાં મહેંદી લાગેલી હતી. લગ્ન થવાની ઘડીઓ ગણાઈ રહી હતી, પરંતુ અંતિમ સમયે એવો દાવ થયો કે લગ્નની સાથે દુલ્હનના સપના પણ તૂટયા છે. દહેજની માંગ પૂરીન થતાં દુલ્હાના પક્ષે જાન માંડવા લાવવાનો ઇનકાર કરી દીધો. ૪ ફેબ્રુઆરીએ સમયસર બારાતન પહોંચી તો દુલ્હનના પરિવારમાં હડકંપ મચી ગયો હતો. દુલ્હન બેચારી અને નિરાશ દેખાઈ. બારાતના દિવસે ૪ ફેબ્રુઆરીએ દુલ્હાએ લગ્ન નકારી દીધા હતા. પીડિત યુવતી એટા એસએસપી ઓફિસ પહોંચી અને ન્યાયની માંગ કરી હતી. આ મામલો રિજોર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ નિધૌલી ખુરદનો છે.
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, દુલ્હનનો પરિવાર લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતો. દુલ્હન પણ તૈયાર બેઠી હતી. મોડી રાત સુધી જાન ન આવી તો દુલ્હને દુલ્હાને ફોન કર્યો અને પ્રેમથી જાન ન આવવા વિશે પૂછયું. દુલ્હાએ ફોન પર જ લગ્ન નકારી દીધા હતા. દુલ્હાની વાત સાંભળી દુલ્હનના હોશ ઉડી ગયા હતા.
લગ્ન માટે તૈયાર બેઠેલી માતા-દીકરીએ એટા એસએસપી ઓફિસ પહોંચી રડી-રડીને પોતાની વ્યથા જણાવી હતી. દુલ્હન લગ્ન કરાવવાની વાત કરી રહી છે. ૪ ફેબ્રુઆરીએ મૈનપુરી જિલ્લાના ઘિરોર ગામથી બારાત આવવાની હતી. બિચૌલિયે બારાત રોકવાની અને પોતાની સાળી સાથે લગ્ન કરાવવાનો પણ આરોપ લગાવ્યો. દાન-દહેજની માંગનો પણ પીડિતાએ આક્ષેપ મૂકયો છે.
પીડિતાની માતા કલ્લોએ જણાવ્યું, ‘અમારી દીકરીના લગ્ન નક્કી થયા હતા. મંગળવારે ૪ ફેબ્રુઆરીએ જાન આવવાની હતી. પરંતુ જાન આવી જ નહીં. વર પક્ષે કહ્યું કે છોકરો ભાગી ગયો છે. સંબંધીઓ મારા ઘરમાં બેઠા હતા. અમે ઘણો સામાન પહેલેથી જ આપી દીધો હતો. અમારા પાસે પૂરતા પુરાવા છે. વીડિયો છે. અમને ન્યાય જોઈએ.'
પીડિત દુલ્હન સલમાએ જણાવ્યું, ‘મારા લગ્ન ૪ ફેબ્રુઆરીએ હતા પરંતુ જાન આવી જ નહીં. બધો સામાન ચાલ્યો ગયો હતો. બધા રિવાજો થઈ ગયા હતા. અમે સાંજ સુધી રાહ જોઈ પરંતુ જાન આવી જ નહીં. હું ઈચ્છું છું કે મારા લગ્ન થઈ જાય.' આમ દહેજના કારણે છોકરીના લગ્ન તૂંટતા તેના પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
