<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

કુંભના આ સાધુએ જ્‍યાંથી અભ્‍યાસ કર્યો છેઃ ત્‍યાં મળે છે ૧.૬૮ કરોડની નોકરી

બાબાએ આઇઆઇટીમાંથી કર્યો અભ્‍યાસ : મહાકુંભમાં એકથી એક ચડિયાતા બાબાઓનો જમાવડો : આ તમામ અખાડાના સંતો મહંતો ઘણા ભણેલા છે, તેની જીવનની કહાની ઘણી રસપ્રદ છે

પ્રયાગરાજ, તા.૧૫: હાલ પ્રયાગરાજ કુંભમાં આવેલા એક આઈઆઈટિયન બાબાની કહાની ઘણી વાયરલ થઈ રહી છે. આ બાબાનો દાવો છે કે, તેમણે આઈઆઈટી બોમ્‍બેમાંથી એરોસ્‍પેસ એન્‍જિનિયરિંગ કર્યું છે. બાબાએ પોતાનું નામ અભય સિંહ જણાવ્‍યું છે. તે જણાવે છે કે, બાબાએ જે આઈઆઈટી બોમ્‍બેથી અભ્‍યાસ કર્યો છે. ત્‍યાં કેવી રીતે એડમિશન થાય છે? ત્‍યાં કેટલા રેક્રિંગ પ્રવેશ મળે છે?

આપને જણાવી દઈએ કે, એન્‍જિનિયરિંગના ભણતર માટે ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેક્‍નોલોજી બોમ્‍બે તમામ યુવાનોની પહેલી પસંદ છે. JEE એડવાન્‍સ્‍ડ પરીક્ષામાં ટોપ રેક્રિંગવાળા ટોપર્સ આ કોલેજમાં એડમિશન લેવાનું પસંદ કરે છે. હજુ ગત વર્ષે એટલે કે ૨૦૨૩-૨૪ની  JEE એડવાન્‍સ્‍ડમાં ટોપ ૧૦૦૦ની રેક્રિંગમાં આવનાર ૨૪૬ વિદ્યાર્થીઓ માટે આઈઆઈટી બોમ્‍બેને પસંદ કર્યું. એટલું જ નહીં, વર્ષ ૨૦૨૨-૨૩માં પણ  JEE એડવાન્‍સ્‍ડના ટોપ ૧૦ વિદ્યાર્થીઓએ આઈઆઈટી બોમ્‍બેમાં એડમિશન લીધું હતું.

કટઓફ કેટલુ હોય છે? કમ્‍પ્‍યુટર સાયન્‍સ અને એન્‍જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે IIT બોમ્‍બેમાં સૌથી વધુ સ્‍પર્ધા છે, જેના કારણે તેનો કટઓફ સૌથી વધુ છે, પરંતુ આ સિવાય એરોસ્‍પેસ એન્‍જિનિયરિંગ બ્રાન્‍ચમાં પણ એડમિશન થાય છે. મહાકુંભમાં જેનો વીડિયો ઈન્‍ટરવ્‍યુ વાયરલ થઈ રહયો છે તે બાબાએ આઈઆઈટી બોમ્‍બેમાંથી એરોસ્‍પેસ એન્‍જિનિયરિંગ બ્રાન્‍ચમાં એડમિશન લીધું હતું. વર્ષ ૨૦૨૩માં આ શાખા માટે JEE એડવાન્‍સ્‍ડનો ક્‍લોઝિંગ રેક્ર ૨૬૯૪ હતો, જ્‍યારે વર્ષ ૨૦૨૪માં રેક્રિંગ ઘટીને ૨૩૯૪ થઈ ગયો હતો. અહીં આ રેક્રિંગના આધારે જ પ્રવેશ આપવામાં આવે છે.

એરોસ્‍પેસ એન્‍જિનિયરિંગના બે અભ્‍યાસક્રમો IIT બોમ્‍બેમાં એરોસ્‍પેસ એન્‍જિનિયરિંગના બે અભ્‍યાસક્રમો ચલાવવામાં આવે છે. એક એરોસ્‍પેસ એન્‍જિનિયરિંગમાં ચાર વર્ષની B.Tech ડિગ્રી છે, બીજો પાંચ વર્ષનો ડયુઅલ ડિગ્રી પ્રોગ્રામ છે, જેમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ B.Tech સાથે M.Tech ડિગ્રી મેળવે છે.

ફીની કેટલી છે? IIT બોમ્‍બેમાં ચાર વર્ષનો B.Tech in Aerospace Engineering કોર્સ કરવા માટે, ફી રૂ. ૧૧ લાખ ૧૦ હજાર છે, જેમાં રૂ. ૮ લાખ ટયુશન ફી અને રૂ. ૨.૯૪ લાખ હોસ્‍ટેલ ફીનો સમાવેશ થાય છે. એ જ રીતે પાંચ વર્ષના B.Tech   M.Tech કોર્સની ફી રૂ. ૧૦ લાખ છે. જ્‍યાં સુધી M.Tech કોર્સની વાત છે, એરોસ્‍પેસ એન્‍જિનિયરિંગમાં M.Tech કોર્સ કર્યા પછી, વર્ષ ૨૦૨૪માં વિદ્યાર્થીઓનો સરેરાશ પગાર રૂ. ૨૩.૫૦ લાખ હતો, જ્‍યારે અહીં સૌથી વધુ પેકેજ રૂ. ૧.૬૮ કરોડ હતું.

(2:24 PM IST)