<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

ભાજપના લોકો દુનિયાને બતાવવા માટે બાપુને ફૂલ અર્પણ કરે છે : ભજનના વિવાદ પર પ્રિયંકા ગાંધીના આકરા પ્રહાર

પ્રિયંકા ગાંધીએ કહ્યું -'ભાજપના નેતાઓએ લોક ગાયિકા દેવીજીને બાપુના પ્રિય ભજન ગાવા બદલ માફી માંગવા માટે દબાણ કર્યું: ભાજપ આપણી સહિષ્ણુ અને સર્વસમાવેશક સંસ્કૃતિ અને પરંપરાને એટલો નફરત કરે છે કે તેઓ આપણા મહાપુરુષોનું વારંવાર અપમાન કરે છે.

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'ભાજપના નેતાઓએ લોક ગાયિકા દેવીજીને બાપુના પ્રિય ભજન ગાવા બદલ માફી માંગવા માટે દબાણ કર્યું. "રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ" તેમનાથી સાંભળી શકાયું નહીં,ભાજપીઓ  દુનિયાને દેખાડવા માટે બાપુને પુષ્પો અર્પણ કરવામાં આવે છે પરંતુ વાસ્તવમાં તેમના માટે કોઈ માન નથી.

   બાબાસાહેબ માટે પણ દેખાડો કરે છે ડો,  આંબેડકરનું નામ લે છે, પરંતુ વાસ્તવમાં તેઓ તેમનું અપમાન કરે છે. ભાજપ આપણી સહિષ્ણુ અને સર્વસમાવેશક સંસ્કૃતિ અને પરંપરાને એટલો નફરત કરે છે કે તેઓ આપણા મહાપુરુષોનું વારંવાર અપમાન કરે છે.

(8:15 PM IST)