News of Tuesday, 3rd December 2024
બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા રાજકોટમાં ગુરુવારે બપોરે મૌન રેલી
રેસકોર્સથી કલેકટર કચેરી સુધી મૌન રેલી યોજી આવેદન પાઠવાશે

રાજકોટ: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં તથા હિન્દુઓના રક્ષણની માગ સાથે રાજકોટમાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા ૫-૧૨-૨૦૨૪ ને ગુરુવારે બપોરે ૪ વાગે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુ અસ્મિતા મંચ રાજકોટના નેજા હેઠળ હિન્દુ સમાજના ભાઈઓ બહેનો ૫-૧૨-૨૦૨૪ ગુરુવારે સાંજે ૪:૦૦ વાગ્યાથી રેસકોર્સ બહુમાળી ભવન પાસે, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે એકઠા થશે. ત્યાંથી મૌન રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી જશે. જ્યાં કલેક્ટરને આવેદનપત્ર આપીને બાંગ્લાદેશમાં હિન્દુઓના રક્ષણ માટે સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવાની માંગ કરવામાં આવશે. આ રેલીમાં સમગ્ર હિન્દુ સમાજ અને ધર્મપ્રેમી જનતાને જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે.
હિન્દુ અસ્મિતા મંચ રાજકોટ ના શાંતુભાઈ રૂપારેલીયા, મંગેશભાઈ દેસાઈ, ડેનિશભાઈ આડેસરા, જીમીભાઈ દક્ષિણી, જીવણભાઈ પટેલ, રમેશભાઈ શિંગાળા, તેજાભાઈ હાથી પ્રકાશભાઈ બુચ રાજુભાઈ સોઢા એ રાજકોટની જનતાને મોટી સંખ્યામાં આ મૌન રેલીમાં જોડાવા આહવાન કર્યું છે
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
