News of Tuesday, 3rd December 2024
વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સંભલ જવા દેવાશે નહીં :પ્રતિબંધો હજુ પણ અમલમાં છે : મુરાદાબાદ કમિશનર
મુરાદાબાદના કમિશ્નર અંજની સિંહે કહ્યું -અમે કોઈને રોકવા માંગતા નથી પરંતુ સંભલમાં પરિસ્થિતિ વધુ બગડવા દઈએ નહીં : ડીએમના આદેશ મુજબ, પ્રતિબંધો ચાલુ રહેશે અને રાહુલ ગાંધી પર પણ લાગુ થશે.

નવી દિલ્હી :લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના સંભલ જવા માગે છે પરંતુ તેમને ત્યાં જવા દેવાશે નહીં તેવી માહિતી બહાર આવી રહી છે. સંભાલમાં ડીએમ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો હજુ પણ લાગુ છે. ડીએમના આદેશ મુજબ, પ્રતિબંધો ચાલુ રહેશે અને રાહુલ ગાંધી પર પણ લાગુ થશે.
મુરાદાબાદના કમિશ્નર અંજની સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "અમે કોઈને રોકવા માંગતા નથી પરંતુ સંભલમાં પરિસ્થિતિ વધુ બગડવા દઈએ નહીં. જે રીતે સમાજવાદી પાર્ટીના પ્રતિનિધિમંડળને અટકાવવામાં આવ્યું હતું, તેવી જ કાર્યવાહી કરવામાં આવશે. કાયદો, તેમને રોકવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવશે.
પોલીસ કમિશનરે કહ્યું કે અમે તેમને સાવચેત રહેવા વિનંતી કરી રહ્યા છીએ, જો આવું નહીં થાય તો આગળના પગલાં લેવામાં આવશે. અમે કોઈને રોકવા માંગતા નથી, ખાસ કરીને બંધારણીય હોદ્દા ધરાવતા લોકોને, પરંતુ અમે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માંગીએ છીએ. 10 ડિસેમ્બર સુધી પ્રતિબંધ છે અને પરિસ્થિતિની વધુ સમીક્ષા કરવામાં આવશે.
સંભલમાં મુગલ બાદશાહ બાબરના સમયમાં બનેલી જામા મસ્જિદને લઈને વિવાદ ચાલી રહ્યો છે કે અહીં પહેલા 'હરિ હર મંદિર' હોવા અંગે હિન્દુ પક્ષના વકીલે સ્થાનિક કોર્ટમાં અરજી કરી કોર્ટ સર્વેની માંગણી કરી હતી. બાદમાં કોર્ટે સર્વેનો આદેશ જારી કર્યો, જેના કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો અને મુસ્લિમ સમુદાયે તેનો વિરોધ કર્યો.હતો
ચંદૌસી કોર્ટના આદેશ બાદ પુરાતત્વ સર્વેક્ષણની એક ટીમ 24 ડિસેમ્બરે સર્વે માટે શાહી મસ્જિદની પણ મુલાકાત લીધી હતી. જો કે આ દરમિયાન મુસ્લિમ સમુદાયે વિરોધ કર્યો હોવાનું કહેવાય છે. આ દરમિયાન પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન ચાર મુસ્લિમ યુવકોના મોત થયા હતા.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
