News of Tuesday, 3rd December 2024
એકનાથ શિંદેની નારાજગી અચાનક ખતમ શું ચમત્કાર થયો ?
આજે મોડી સાંજ સુધીમાં પરત ફરશેઃ નાયબ મુખ્યમંત્રી સાથે માલદાર શહેરી વિકાસ ખાતું પણ પદ સાથે અપાવાની ચર્ચાઃ મુ.મંત્રી ફડણવીશ ફાઇનલ : ત્રણેય પક્ષના નેતાઓ સાથે આઝાદ મેદાનમાં પહોચ્યાઃ એકતા દર્શાવવા મકકમ પ્રયાસ

મુંબઈઃ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નારાજ થયેલા એકનાથ શિંદેને મનાવી લેવામાં આવ્યા છે. એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ બનશે અને તેમને શહેરી વિકાસ મંત્રાલય આપવામાં આવશે. શિંદે આજે મંગળવારે મોડી સાંજ સુધીમાં મુંબઈ પરત ફરશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હશે. શિંદે તેમના નામ માટે સંમત થયા છે. ગળહ મંત્રાલય પણ ફડણવીસ પાસે રહેશે. તે સ્પષ્ટ છે કે શિંદેએ ગળહ મંત્રાલયનો પોતાનો આગ્રહ છોડી દીધો છે.
ભાજપના નેતા અને ગત સરકારમાં મંત્રી ગિરીશ મહાજન થાણે ગયા હતા અને ગત મોડી સાંજે કાર્યપાલક મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા છે. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. ગિરીશ મહાજન દેવેન્દ્ર ફડણવીસના ખૂબ જ નજીકના માનવામાં આવે છે.
ગિરીશ મહાજને કહ્યું કે મને તેમની તબિયત વિશે ખબર પડી છે, મહાયુતિમાં બધું બરાબર છે. એકનાથ શિંદેનું હૃદય મોટું છે. તે નાની-નાની બાબતો પર ગુસ્સે થનાર નથી. શિંદે નારાજ નથી. આજથી બધા સાથે કામ કરતા જોવા મળશે. પાંચ વર્ષ સુધી સરકાર મજબૂત રીતે ચલાવવાની હોય છે.
આજે, ત્રણેય પક્ષો ભાજપ, શિંદે, શિવસેના અને અજિત પવાર એનસીપીના નેતાઓ શપથગ્રહણ સમારોહની તૈયારીઓની સમીક્ષા કરવા માટે સવારે ૧૦ વાગ્યા પછી આઝાદ મેદાનમાં જશે અને તેમની એકતા પણ દર્શાવશે. એકનાથ શિંદે આજે બપોરે વર્ષા ખાતે આવશે અને ૬ ડિસેમ્બરે ડો.આંબેડકર મહાપરિનિર્વાણ દિવસની તૈયારીઓ સંદર્ભે બેઠક યોજશે.
આ પૂર્વે સમાચાર સામે આવ્યા હતા કે મહારાષ્ટ્રના સીએમ પદ માટે શપથ ગ્રહણ સમારોહ ૫ ડિસેમ્બરે ગુરૂવારે આઝાદ મેદાનમાં યોજાશે. આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમ એટલો ભવ્ય હશે કે તેમાં ૪૦ હજાર લોકો એકઠા થવાની આશા છે, જેમાં નરેન્દ્રભઇ મોદી અને ગળહમંત્રી અમિતભાઈ શાહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે.
આ કાર્યક્રમમાં દેશભરના ૨૨ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ભાગ લેશે. આ ઉપરાંત મહારાષ્ટ્રની લાડલી બહેનો, આંગણવાડી કાર્યકરો અને વિવિધ વિસ્તારની મહિલાઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.
લગભગ ૨,૦૦૦ વીવીઆઇપી પાસ જારી કરવામાં આવશે અને ૧૩ ખાસ ડિઝાઇન કરાયેલા બ્લોકમાં મહેમાનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
