તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Tuesday, 3rd December 2024
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે રર લોકો અને ૧૧ સંસ્થાઓને દિવ્યાંગજનના સશકિતકરણમાં યોગદાન બદલ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કરશે

નવી દિલ્હી : તા.૩: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે દિવ્યાંગ વ્યકિતઓના આંતરરાષ્ટ્રીય દિવસ પર નેશનલ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એવોર્ડ એનાયત રશે. જેમાં કુલ રર વ્યકિતઓ અને ૧૧ સંસ્થાઓને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો.વીરેન્દ્ર કુમાર દિવ્યાંગોના સશકિતકરણ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરશે.
આ વર્ષે અમર જૈનને સર્વશ્રેષ્ઠ દિવ્યાંગ વ્યકિત કેટેગરીમાં વ્યકિતગત શ્રેષ્ઠતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થશે. તેઓ ૧૦૦% દૃષ્ટિહીન લોકોને કાનૂની સલાહ આપે છે. તેમના પ્રેરણાદાયી જીવનની વાર્તા શેર કરતી વખતે, અમર જૈને તેમણે સામનો કરેલા અવરોધોનો ઉલ્લેખ કર્યો.
૭પ ટકા ગતિશીલતા દિવ્યાંગતા ધરાવતા પ્રતિક ખંડેવાલને દિવ્યાંગતા ધરાવતી શ્રેષ્ઠ વ્યકિત કેટેગરીમાં વ્યકિતગત શ્રેષ્ઠતા માટે સન્માનિત કરવામાં આવશે. શ્રી ખંડેવાલ રેમ્પ માય સિટીના સ્થાપક છે. તેમણે સમજાવ્યું કે કેવી રીતે તેમનું સ્ટાર્ટઅપ સાહસ દિવ્યાંગ વ્યકિતઓ માટે શહેરી વાતાવરણને વધુ સુલભ બનાવવામાં મદદ કરી રહયું છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
